
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
બેસણા પાસે તુફાન ગાડીમાં 8 પેસેન્જર બેસાડી ચાલક પકડાઈ જતા ડેડીયાપાડા પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો ;
હાલમા કોરોના વાઇરસને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝ દ્રારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ હોય જે અનુસંઘાને કોરોના વાઇરસના જાહેરનામા બાબતે સમજ કરી સરકારી વાહન બોલેરોમા ડેડીયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમા કોરોના વાઇરસ સબંધે તકેદારી રાખવા ભાગ રૂપે તેમજ ગુજરાત સરકારશ્રી,તથા ભારત સરકારશ્રી,દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શન મુજબ સાવચેતી રાખવા માણસોને જરૂરી સુચના આપવા તથા જીલ્લા મેજીટ્રેટ સાહેબ શ્રી,નર્મદાનાઓના કોરોના વાઇરસ સબંધિત બહારપાડવામાં આવેલ જાહેરનામાની અમલવારી કરવા સારૂ બેસણા પાસે પેટ્રોલિંગ દરમ્યાન મોઝદા રોડ તરફથી તુફાન ગાડી નંબર-GJ-16-AU-5877ના ડ્રાઈવર સાથે બીજા 8 પેસેંજરો બેઠેલ હતા, અને જેથી પંચો રૂબરૂ ડ્રાઈવરને નીચે ઉતારી ડ્રાઈવરનુ નામ ઠામ પુંછતા પોતાનુ નામ-અનિલભાઈ રામાભાઈ વસાવા રહે. કોટલી તા.અક્કલકુવા જી.નંદુરબાર નો હોવાનુ જણાવેલ અને પોતાની તુફાન ગાડી નંબર-G J-16-AU-5877માં બેઠેલા પેસેનજરો બાબતે પુછતા તુફાન ગાડી માં બેઠેલ પેસેન્જરોને સરીબાર થી ડેડીયાપાડા ખાતે લઇ જતો હોવાનુ જણાવતા જાહેરનામાનો ભંગ કરી પોતાના વાહનમા ત્રણ કરતા વધારે પેસેન્જરો બેસાડી ગુનૉકરેલ હોય જેથી જીલ્લા મેજીસ્ટ્રેટ સાહેબ શ્રી,નર્મદા ના ઓના જાહેરનામાનુ ભંગ કરવા બદલ તેઓની વિરૂધ્ધ ડેડીયાપાડા પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.