મારું ગામ મારાં ન્યુઝ

૧૭૩-ડાંગ (અ.જ.જા.) વિધાનસભાની પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ ડાંગ રામુભાઇ માહલા

૧૭૩-ડાંગ (અ.જ.જા.) વિધાનસભાની પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર રાજકીય વાતાવરણમાં ગરમાટો;

તા.૧૬/૧૦/૨૦૨૦ સુધી નામાંકન પત્રો ભરી શકાશે ; ૧૭ તારીખે નામાંકન પત્રોની ચકાસણી હાથ ધરાશે ;
નામાંકન પત્રો પરત ખેંચવાની છેલ્લી તા.૧૯/૧૦/૨૦૨૦

(ડાંગ માહિતી બ્યુરો) આહવા;  ૧૭૩-ડાંગ (અ.જ.જા.) વિધાનસભા મતદાર વિભાગની ખાલી પડેલી જગ્યાની પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

ડાંગના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી સુશ્રી કાજલ ગામીત તરફથી મળેલી અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર ૧૭૩-ડાંગ (અ.જ.જા.) વિધાનસભા મતદાર વિભાગના ગુજરાત વિધાનસભાના સભ્ય માટેની યોજાનાર પેટા ચૂંટણી માટે,

• ઉમેદવાર કે તેમના નામની દરખાસ્ત મુકનાર પૈકી કોઈ એક વ્યક્તિ ચૂંટણી અધિકારી, ૧૭૩-ડાંગ (અ.જ.જા.) વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, આહવા-ડાંગને, અથવા મદદનીશ ચૂંટણી અધિકારી, ૧૭૩-ડાંગ (અ.જ.જા.) વિધાનસભા મતદાર વિભાગ અને મામલતદાર-કમ-ચીટનીશ ટુ કલેકટર, આહવા-ડાંગને જિલ્લા સેવા સદન, ભોંય તળિયે (જમણી બાજુ), આહવા-ડાંગ ખાતે મોડામા મોડુ તા.૧૬/૧૦/૨૦૨૦ (શુક્રવાર) સુધીમા કોઈ પણ દિવસે (જાહેર રજાના દિવસ સિવાય) સવારના ૧૧;૦૦ વાગ્યાથી બપોરના ૩;૦૦ વાગ્યા સુધીમા નામાંકન પત્રો પહોચાડી શકશે.
• નામાંકન પત્રના ફોર્મ ઉપર દર્શાવેલ સ્થળે અને સમયે મળી શકશે.
• નામાંકન પત્રોની ચકાસણી ચૂંટણી અધિકારી, ૧૭૩-ડાંગ (અ.જ.જા.) વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, આહવા-ડાંગ, નાયબ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરી, જૂની કલેકટર કચેરી, આહવા-ડાંગ ખાતે તા.૧૭/૧૦/૨૦૨૦ ના રોજ સવારે ૧૧ વાગ્યે કરવામા આવશે.
• ઉમેદવાર કે તેના નામની દરખાસ્ત મુકનાર પૈકીની કોઈ એક વ્યક્તિ કે તેના ચૂંટણી એજન્ટ પૈકી જેઓને આ નોટીસ પહોંચતી કરવા, ઉમેદવારે લીખીતરૂપે અધિકૃત કાર્ય હોય તેઓ ઉમેદવારી પાછી ખેંચવા અંગેની નોટીસ ઉપરના ફકરા-૨ મા દર્શાવેલ અધિકારીઓમાંથી ગમે તે એક અધિકારીને તેમની કચેરીમા તા.૧૯/૧૦/૨૦૨૦ (સોમવાર)ના રોજ બપોરના ૩ વાગ્યા પહેલા પહોંચાડી શકશે.
• ચૂંટણી લડશે તો મતદાન તા.૩/૧૧/૨૦૨૦ (મંગળવાર) ના રોજ સવારે ૭ થી સાંજે ૬ કલાક વચ્ચે થશે.

૧) ચૂંટણી પંચનુ જાહેરનામુ પ્રસિધ્ધ કરવાની તારીખ ; ૯/૧૦/૨૦૨૦ (શુક્રવાર)

૨) ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ ; ૧૬/૧૦/૨૦૨૦ (શુક્રવાર)

૩) ઉમેદવારી પત્રો ચકાસણીની તારીખ ; ૧૭/૧૦/૨૦૨૦ (શનિવાર)

૪) ઉમેદવારી પાછા ખેંચવાની છેલ્લી તારીખ ; ૧૯/૧૦/૨૦૨૦ (સોમવાર)

૫) મતદાન ની તારીખ ; ૩/૧૧/૨૦૨૦ (મંગળવાર)

૬) મત ગણતરીની તારીખ ; ૧૦/૧૧/૨૦૨૦ (મંગળવાર)

૭) પેટા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની તારીખ ; ૧૨/૧૧/૨૦૨૦ (ગુરુવાર)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है