શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ સર્જન વસાવા
ઉમરપાડા ખાતે વસાવા રમેશભાઈના પુત્ર સ્વ. સંજયભાઈ રમેશભાઈ ને ન્યાય આપવા બાબતે મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું;
વાડવા ગ્રામ પંચાયત સહિત આદિવાસી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં પરિવારને ન્યાય મળે તે માટે ઉમટી પડ્યા;
વાડવા ગામના વતની વસાવા રમેશભાઈ શાંતિલાલ ના પુત્ર સંજયભાઈ રમેશભાઈ વસાવા જેવો ધોરણ 12 ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા કેવડી ખાતે અભ્યાસ કરતો હતો જેનું તારીખ 19,09, 2022 બાદ આકસ્મિક ગુમ થયા બાદ કેવડી નજીક શરદા ગામના જંગલમાં મૃતદેહ મળી આવતા પોલીસ સ્ટેશન ઉમરપાડા ખાતે હત્યાનો બનાવ અંગે ફરિયાદ કરવામાં આવેલ છે તથા જિલ્લા પોલીસ અધિકારીમાં પણ અપીલ ફરિયાદ કરવામાં આવેલ છે.
તે સંદર્ભે સંજય ના પિતાશ્રી રમેશભાઈ ને ન્યાય મળે અને જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય તે માટે ગામના આગેવાનો અને સર્વે ગ્રામજનો દ્વારા આજ રોજ તારીખ 03,10, 2022 ના રોજ ઉમરપાડાના બસ ડેપો થી રેલી કાઢવામાં આવી હતી જેમાં ખુબજ મોટી સંખ્યામાં આદિવાસી સમાજ ના લોકો ઉમટી પડ્યા હતા અને મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગણી કરવામાં આવી હતી. તેમજ આદિવાસી સમાજમાં અનુસૂચિત વિસ્તારમાં આવા બનાવો વારંવાર ન થાય અને ખાસ શૈક્ષણિક સંસ્થાઓમાં આવા અમાનવીય બનાવો ન બનવા જોઈએ કારણ કે આદિવાસી સમાજ પોતાના બાળકોને શૈક્ષણિક રીતે આગળ આવે એ હેતુસર સ્કુલોમાં મોકલે છે તેથી આદિવાસી સમાજના શૈક્ષણિક તથા રક્ષણાત્મક રીતે આદિવાસી ભણતા બાળકો યુવક યુવતી ને સુરક્ષા પુરી પાડો અને સ્વ. સંજયભાઈ રમેશભાઈ વસાવાની ન્યાય આપો અને કાયદેસર ની કાર્યવાહી આરોપીઓ વિરુદ્ધ થાય એ જ માંગ સાથે ઉમરપાડા મામલતદાર ને કલેકટરશ્રી, માનનીય રાજ્યપાલ શ્રી અને રાષ્ટ્રપતિ મહોદયશ્રીને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.