મારું ગામ મારાં ન્યુઝ

સ્વસહાય જુથની ગ્રામિણ મહિલાઓ દ્વારા ઉત્પાદિત કલાત્મક ચીજ વસ્તુઓ ખરીદવાની ઉત્તમ તક:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

તાપી જિલ્લામાં સ્વસહાય જુથની ગ્રામિણ મહિલાઓ દ્વારા ઉત્પાદિત કલાત્મક ચીજ વસ્તુઓ ખરીદવાની ઉત્તમ તક ઉપલબ્ધ કરવામાં આવી:

આજથી તા.૩૧મી ઓક્ટોબર સુધી પ્રાદેશિક મેળો-૨૦૨૧ નો શુભારંભ કરાયો: 

 વ્યારા-તાપી: ભારત સરકાર દ્વારા દેશની આઝાદીના ૭૫ મા વર્ષની ઉજવણીના ભાગરૂપે આઝાદીકા અમૃત મહોત્સાવની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે સ્વસહાય જુથો દ્વારા ઉત્પાદિત વસ્તુઓના પ્રદર્શન અને વેચાણ માટે પ્રાદેશિક મેળાનું આયોજન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તાપી દ્વારા કરવામાં આવ્યું છે.

આ મેળાનું ઉદધાટન આજે તા.૨૯-૧૦-૨૦૨૧ શુક્રવારના રોજ બપોરે ૨.૩૦ કલાકે વ્યારાના ડૉ.શ્યામા પ્રસાદ ટાઉન હોલ ખાતે સંસદશ્રી પરભુભાઇ વસાવાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવશે. આ મેળો તા.૩૧-૧૦-૨૦૨૧ સુધી યોજાશે. જેમાં તાપી જિલ્લાની સ્વસહાય જુથની બહેનો દ્વારા તૈયાર કરેલ  હસ્તકલાની વિવિધ ચિજ-વસ્તુઓ જેવી કે, નાગલી પ્રોડક્ટસ, વાંસ કામ બનાવટ, નાળીયેરીના રેસાની બનાવટ, રંગોળી, સેનેટરી પેડ, કટલર-સાડી વેચાણ, જ્વેલરી, નાસ્તાની બનાવટ, પરંપરાગત વાનગીઓ અને અન્ય ગૃહ સુશોભનની વસ્તુઓની સ્ટોલ સહિત વિવિધ હેન્ડિક્રાફ્ટની પ્રોડક્ટ વેચાણ અર્થે પ્રદર્શિત કરવામાં આવશે, જેનો જાહેર જનતાએ લાભ લેવો. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है