શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત
વાંસદા તાલુકા સ્વાગત કાર્યક્રમ નવસારી જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી અર્પિતા સાગરના પ્રમુખસ્થાને યોજાયો:
વાંસદા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પ્રાંત અધિકારી શ્રી પ્રણવ વિઠ્ઠાની તથા મામલતદાર મનસુખલાલ વસાવા તથા નાયબ મામલતદાર અને ઉત્સાહી, સેવાભાવિ એવા યુવા પિયુષભાઈ પટેલ તથા પ્રાંત અધિકારી કચેરી વાંસદા ના સીરીસ્તેદાર નાગર, મામલતદાર ઓફિસ નો સ્ટાફ તેજલ પટેલ જીઇબી ના નાયબ કાર્યપાલક ઇજનેર ધનગર સાહેબ અને અન્ય અધિકારી તેમજ અરજદારોએ આ આજના સ્વાગત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આજના વાંસદા તાલુકા સ્વાગત કાર્યક્રમ તાલુકા સેવા સદનના ભવન ખાતે યોજાયો હતો. ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નાં સંવેદનશીલ સરકાર ના સંવેદનશીલ ના સંવેદન નિર્ણયોને છેવાડાના માનવીને લાભો મળે તે હેતુસર આ કાર્યક્રમ યોજાયો હતો. લોકોનાં પ્રશ્નો સ્થાનિક લેવલે નિરાકરણ લાવી શકાય માટે આજના તાલુકા સ્વાગત કાર્યક્રમમાં 10 પ્રશ્નો આવ્યા હતા જે તમામ પ્રશ્નોને ની ચર્ચા કરવામાં આવી હતી જેમાં મોટાભાગના ગંગાસ્વરૂપ (વિધવા સહાય જેમાં માસીક રૂપિયા 1250નીસીધા બેંક એકાઉન્ટ મા જે તે અરજદારોના ખાતાં માં ટ્રાન્સફર કરવામાં આવશે) બહેનોના પ્રશ્નોને તાત્કાલિક મંજૂર કરવામાં આવ્યા હતા. અને તે તમામ ની અરજી મંજુર કરવામાં આવી.
આ તાલુકા સ્વાગત કાર્યક્રમ માં જેમના પ્રમુખ સ્થાને યોજવામાં આવ્યો હતો તેવા નવસારી જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી અર્પિતા સાગર દ્વારા સફળ આયોજન માટે જેમાં પણ ખાસ કરીને કાર્યક્રમમાં ઉપસ્થિત બહેનો નું પ્રમાણ 100ટકા હતું તેથી અને પ્રાંત અધિકારીશ્રી અને મામલતદારશ્રી વસાવા સાહેબનો આભાર વ્યક્ત કર્યો હતો.