
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ, નર્મદા સર્જકુમાર
જાનકી આશ્રમ ખાતે RTO ઇન્સ્પેકટર નાં જન્મ દિવસ નિમિત્તે સ્ટેશનરી કીટનું વિતરણ કરાયું;
જન્મદિને અભ્યાસ કરતાં બાળકોને સ્ટેશનરી કીટનું વિતરણ કરી અનોખો બનાવ્યો:
આરટીઓ. ઇન્સ્પેકટર શ્રી.વી. ડી. આશલ સાહેબનાં જન્મ દિવસ નિમિત્તે કોરોના કાળમાં ભણતર થી વિમુખ થયેલા બાળકોને મદદરૂપ થવા અને ભણતરમાં ઉત્તેજન મળે તેવા શુભ આશય થી આજ રોજ દેડીયાપાડાનાં, જાનકી આશ્રમમાં અભ્યાસ કરતાં તમામ બાળકોને સ્ટેશનરી કીટ જેમાં પેન, પેન્સિલ, નોટબુક ની સહાય કીટ આપીને કોઈપણ જાતની ઉજવણી નહી કરતાં સાદાઈ થી કોરોના માં હારી ગયેલાઓને શ્રદ્ધાંજલી આપી ને દુઃખ વ્યક્ત કર્યું હતું.
જેમાં RTO ઇન્સ્પેક્ટર વી. ડી.આશલ તેમજ જલારામ ડ્રાઈવિંગ સ્કૂલ દેડીયાપાડા નાં સહયોગ થી બાળકોને નવા ભણતર માં મદદરૂપ થવા માટે આહવાન કર્યું હતું.