શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત
વાંસદા પંથકના ઉમરકુઇ ગામે માર્ચ મહિને જ પાણીનો કકળાટ જોવાં મળી રહ્યો છે,
નલસે જલ જેવી વિકાસ યોજનાઓ થી વંચીત લોકો:
વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલની ઉપસ્થિતિમાં મહીલા અને પુરુષો એ પાણીના પ્રશ્નો અંગેની રજુઆતો કરી .
ઉમરકુઇ ગામે પાણી વિના આદિવાસીઓના જીવન પર ઘણો પ્રભાવ પડ્યો છે.! બરડા ફૄળિયુ પ્રાથમિક સુવિધાઓથી વંચિત સંકટ ભરી સમસ્યાથી ઝઝુમી રહ્યો છે.!
ભરઉનાળે મહિલાઓ ખુલ્લા પગે બળબળતા તાપમાં ઘણે દૂર બીજાના ઘરો સુધી પોતાની તરસ છિપાવવા જવુ પડે છે.
જવાબદાર તંત્રના કમ નસીબે પાણીના ફાંફા..!
વાંસદા: હાલમાં કોરોનાના કહેર વચ્ચે એમ પણ લોકો વિકટ પરિસ્થિતિમાં જીવી રહ્યાં છે. ત્યાં તો ઉનાળાના બળબળતા તાપમાં વાંસદાના ઉમરકુઇ ગામે પાણીની પોકાર લોકો લાચાર બન્યા છે. ઉમરકુઇ બરડા ફળિયામાં પાણી માટે વલખા મારતા ગ્રામજનો ને હાલમાં પીવાના પાણીની પારાવાર તકલીફ પડી રહી છે. જો કે વિકાસની વાત થતી હોય તો સરકારે અંતરિયાળ વિસ્તારને નજર અંદાજ નહિ કરવું જોઈએ હાલમાં ઉમરકુઇ ગામમાં બરડા ફળિયામાં પાણી માટે ગ્રામજનો પ્રાથમિક સુવિધાઓ વિના મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છેઃ વાંસદા તાલુકાના ઉમરકુઇ ગામે બરડા ફળિયામાં વસતા 20 થી 25 જેટલા પરિવારના આશરે 150 લોકોને આઝાદીના વર્ષો બાદ પણ સરકારની વિવિધ યોજનાના લાભથી વંચિત રહેવું પડે છે. આ વિસ્તારમાં રહેતા લોકોની પાણી જેવી અતિ આવશ્યક જરૂરિયાત વર્ષોથી પૂરી થઈ નથી, જેના પગલે અહીંના પરિવારોએ પશુપાલન અને જીવન ગુજારા માટે પાણીની જરૂરિયાતને પહોંચી વળવા લાબું અંતર કાપી દૂર સુધી જવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. ઘણુ લાંબુ લોકોએ પાણી ભરવા જવું પડે છે, અહીના ખેડૂતોને પાણીની અતિ તીવ્ર તંગીને કારણે ખેતી અને પશુપાલન કરવામાં ખૂબજ મુશ્કેલીઓ પડી રહી. પાણીનો બીજા કોઈ અન્ય કામમાં ઉપયોગ કરવા મજબુર બની રહ્યા છે. તેમજ બોર હોવા છતાં ઉનાળાના સમયમાં આ પાણીના ઝરાઓ સુકાઈ જતા લોકોની પરિસ્થિતિ ખૂબજ ગંભીર થઈ જતી હોય. જેથી અહીંના લોકોને પડતી આ મુશ્કેલી સામે જવાબદાર અધિકારીઓ સ્થળ નિરીક્ષણ કરી વહેલી તકે યોગ્ય નિકાલ લાવે એવી સ્થાનિકોની માંગ ઊભી થઈ છે.
ઉમરકુઇ ગામે બરડા ફળિયામાં રહેતા લોકો એ સરપંચશ્રી મગનભાઈ ને અને ધારાસભ્ય અનંતભાઈ પટેલ ને રજુઆતો કરતાં સ્થળની મુલાકાત લઈ આગળ ની કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. સ્થળની મુલાકાત માં જિ.પંચાયત સભ્ય ચંપાબેન કુંવર, પરભુભાઈ, રુમશીભાઈ, મનીષભાઈ જિ.પંચાયત ખાટાંઆંબા ચંદુભાઈ, લીમઝર તાલુકા પંચાયત સદસ્ય હસમુખભાઈ સહીત મોટી સંખ્યામાં અન્ય હાજર રહ્યા હતા.