શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, કમલેશ ગાંવિત વાંસદા
વાંસદા તાલુકાના મનપુર ગામે હેલીપેડ ના મેદાનમાં વન અધિકાર અધિનિયમ-2006 ના અંતર્ગત પ્રાયોજના વહીવટદાર કચેરી દ્વારા 275 લાભાર્થીઓને વિવિધ સહાય કીટનુ અને અધિકાર પત્ર નું વિતરણ માનનીય ગણદેવી તાલુકાના ધારાસભ્ય નરેશભાઈ પટેલની આગેવાનીમાં કરાયું.
વાંસદા તાલુકા ના મનપુર ગામે હેલી પેડ ના મેદાન માં આજ રોજ વન અધિકાર અધિનિયમ 2006 અન્વયે જંગલ જમીન ખેડતા ખેડૂતો ને અધિકાર પત્રો, માપણી શીટ, ખેતીલક્ષી, યોજનાઓની કીટ તેમજ દુધાળા પશુ સહાય મંજુરી પત્ર અને ચેક વિતરણ કાર્યક્રમ માં જિલ્લા પ્રાયોજના વહીવટદાર અધિકારી, વાંસદા તાલુકા પ્રાયોજના વહીવટદાર અધિકારીઓ, તથાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા તથાં તાલુકાના સંગઠનના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
માનનીય ગણદેવી તાલુકાના ધારાસભ્ય નરેશભાઈ પટેલની આગેવાની સંબોધનમાં જણાવ્યું હતું કે આઝાદીના 70 વર્ષ માં કયાં બદલાવ હતો. દેશના વડાપ્રધાન મોદી સાહેબનો આભાર માન્યો આદિવાસી વિસ્તારમાં આદિવાસીનું જીવન ધોરણ બદલાવ જોઈએ છીએ, અત્યાર સુધી માળખાં ની સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય,પાણી, રસ્તા ની આદિવાસી વિસ્તારમાં વિકાસ ન થયો હતો. પણ 15000 કરોડ નું પેકેજ સરકારશ્રી નરેન્દ્રભાઈ મોદી એ આદિવાસી વિસ્તારમાં વિકાસ માટે જાહેર કરવામાં આવેલ હતું, વીજ કનેક્શન માટે ભેગા થઈ કોટેશન ભરવા પડતાં હતાં. તે આજની સરકાર 24 કલાક વીજળી આ વિસ્તારમાં મળી છે. ઉચ્ચ શિક્ષણ માટે પણ સરકાર ઓછા ટકાથી લોન વિદ્યાર્થી ને મળે છે. આજે પણ બાબા સાહેબ આંબેડકરને ભૂલી ન શકાય. આદિવાસી ના અધિકાર અપાવ્યા છે. મોડેલ કોલેજો શાળા ઓ સરકાર ના ખર્ચે ભણાવે છે. પહેલાં ભણતર શિક્ષણ ની વ્યથા ની સાથે વ્યવસ્થા ઉભી કરવી પડે છે. સરકાર અને વડાપ્રધાન મોદી સાહેબનો આભાર માન્યો હતો. અને અનેક સરકારી યોજનાની પ્રશંસા કરી હતી. તથાં આજના કાર્યક્રમ માં 275 જેટલા લાભાર્થીઓને લાભ આપવા બદલ આભાર વ્યકત કર્યો હતો.
આ પ્રસંગે પ્રાયોજના વહીવટદાર અધિકારી નવસારી,વાંસદા તાલુકાના અધિકારી, પ્રદેશ ભાજપમંત્રી શીતલબેન સોની, નિયામકશ્રી નવસારી, વાંસદા પ્રાન્ત અધિકારી સાહેબ, મહિલા મોરચા નવસારી, જિ.ભાજપ પ્રમુખ ભુરાભાઇ શાહ, બાબુભાઇ જીરાવાલા, વિરલભાઈ વ્યાસ, મણિલાલ જે.પટેલ, મનપુર સરપંચશ્રી, તથાં જિલ્લા તેમજ વાંસદા તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા.