
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનિતા રજવાડી
ભરૂચ જિલ્લાના નેત્રંગ ગ્રામ પંચાયતની હદમાં આવેલ તમામ વેપારીઓ, દુકાનદારો, ફેરીયાઓને જાણ કરવામાં આવે છે કે, હાલમાં કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે વધતું જાય છે અને જેના કારણે નેત્રંગ ગ્રામ પંચાયત તરફથી આપ સર્વેને વિનંતી કરવામાં આવે છે કે આપણી ગ્રામ પંચાયતની હદમાં આવેલ તમામ દુકાનો, લારી, ગલ્લાઓને તારીખ ૨૦/૦૪/૨૦૨૧ને મંગળવારથી તા. ૨૪/૦૪/૨૦૨૧ ને શનિવાર સુધી સદંતર બંધ રાખવા માટે આપ સર્વેને અપીલ સુચન કરવામાં આવે છે. તા. ૧૯/૦૪/૨૦૨૧ને સોમવારના રોજ નેત્રંગનું બજાર સવારે ૬.૦૦ કલાક થી સાંજે ૬.૦૦ કલાક સુધી સંપૂર્ણ ખુલ્લું હોઇ ગ્રામજનોએ પોતાની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લઇ લેવા વિનંતી છે. આ બંધ દરમ્યાન દવાખાના, મેડીકલ સ્ટોર આખો દિવસ ખુલ્લા રહેશે. જ્યારે દૂધની દુકાન સવારે ૬.૦૦ થી ૧૦.૦૦ કલાક સુધી ખુલ્લી રહેશે. આ બંધનો ભંગ કરનાર સામે યોગ્ય પગલાં લેવામાં આવશે.
તો આપ આ સ્વયંભુ બંધને આપ સૌએ વધુ સહકાર આપવો અને કોવિડના સંક્રમણને નાથવા સહયોગી બનશો. એવી વિનમ્ર અપીલ કરવામાં આવી.