શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
આજ રોજ મોડેલ સ્કૂલ દેડીયાપાડા ખાતે તાલુકા કક્ષાનો ૭૨-મો વન મહોત્સવ યોજાયો:
દેડીયાપાડા માં તાલુકા કક્ષાનો ૭૨ મો વન મહોત્સવ મોડેલ સ્કૂલ (GLRS) ખાતે યોજાયો હતો.
આજે દેડીયાપાડાના મોડેલ સ્કૂલ ખાતે ૭૨માં વન મહોત્સવ સમારંભના અધ્યક્ષ સ્થાનેથી લોકસભાનાં સાંસદ શ્રી.મનસુખભાઈ વસાવા એ આ સામાજિક વનીકરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સૌ મહાનુભાવો તથા નવયુવાનોને ઉચ્ચ અને સારૂ શિક્ષણ પ્રાપ્ત કરી રોજગારી ક્ષેત્રે આગળ વધવા માટે હાકલ કરવામાં આવી, તેમજ વન અને વૃક્ષો માનવ જીવન જીવવા માટે કેટલા ઉપયોગી છે અને આદિવાસીઓનો વન અને જંગલ સાથે કેટલો સંબંધ છે, તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ અને કોરોના વાઈરસમાં કોરોનાના દર્દીનું ઓક્સિજન ઘટી જાય છે, ત્યારે શુદ્ધ ઓક્સિજનની કેટલી આવશ્યકતા રહે છે અને પ્રાણવાયુની તો જગત આખાને જરૂરિયાત હોઈ છે અને વ્રુક્ષો તેમાં મહત્વનો ભાગ ભજવે છે, તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ પ્રસંગે સાંસદ શ્રી.મનસુખ વસાવા, માજી ધારાસભ્યશ્રી. મોતિસિંગ વસાવા, જિલ્લા સંગઠનના ઉપપ્રમુખશ્રી શંકરભાઈ વસાવા, જિલ્લા ઉપપ્રમુખશ્રી રણજીતભાઈ ટેલર, જી. પં.સદસ્યશ્રી. હિતેશભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી.પર્યુષાબેન વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી તારાબેન રાઠોડ, પ્રાંતઅધિકારીશ્રી, મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી, શ્રીમતી પ્રજાપતિ ઉર્વશીબેન ACF સામાજિક વનીકરણ વિભાગ નર્મદા, ફોરેસ્ટ ઓફિસર, આર.એફ.ઓ, ડી.એફ.ઓ. તથા શાળાના આચાર્યશ્રી તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ બાદ સાંસદ શ્રી.મનસુખ વસાવા અને મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, વન મહોત્સવનો આ કાર્યક્રમ અત્યારના સમયમાં કોરોનાના મહામારીને કારણે સરકારશ્રી અને આરોગ્ય વિભાગની ગાઈડલાઈન મુજબ કરવામાં આવ્યો હતો.