
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ભરૂચ સુનિતા રજવાડી
પોલીસ મહાનિરીક્ષક શ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ ઓ તરફથી જીલ્લામાં પ્રોહી/જુગારની અસામાજીક પ્રવૃતિ ચલાવતા ઇસમો વિરૂધ્ધ કાયદેશર કાર્યવાહી કરવા સુચના મળેલ હોય જે અનુસંધાને મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંઠા ભરૂચ વિભાગ ભરૂચ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.પી ઉનડકટ તથા સ્ટાફના માણસો સાથે પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમી આધારે ને.હા વડદલાગામ ના પાટીયા પાસે થી એક ટાટા કંપનીનો ફોર વ્હીલ ZIP X. ટેમ્પો જેનો નંબર GJ-26-1-6169 માં ભારતીય બનાવટનો પરપ્રાંતિય દારૂ મહારાષ્ટ્ર બનાવટની માસ્ટર બ્લેડ વ્હિસ્કી 750 મીલીની બોટલ નંગ-48 કિ.રૂ.24960/- તથા 375 મી.લી. બોટલ નંગ-48 કિ.રૂ.12480/- મળી કુલ કિ.રૂ 37440/- તથા ટેમ્પા ની કિ.રૂ 150.000/- તથા મોબાઇલ નંગ 01 કિ રૂ 10,000/- મળી કુલ્લે કિ.રૂ 1.97.440/-ના મુદ્દામાલ સાથે આરોપી ચેતનભાઇ જગનભાઇ મરાઠે ઉ.વ 27 રહે મરીમાતા ચોક ભાઇલપુરા નંદુરબાર મહારાષ્ટ્ર નાઓને ઝડપી પાડેલ જે બાબતે ભરૂચ”સી”ડીવીઝન 11199001201141/2020 પ્રોહી એક્ટ કલમ (એ)ઈ,૯૮(૨),૮૧ મુજબ ગુનો નોંધવામાં આવેલ છે
કામગીરી કરનાર ટીમ- પો.ઇન્સ ડી.પી.ઉનડકટ ,અ.હે.કો શૈલેષભાઇ પ્રભતભાઇ. સુનિલભાઇ અ.પો.કો. વિજયભાઇ. હરપાલસિહ, વિજયસિહ, રાજદિપસિહ, કિર્તીકુમાર,મનોજભાઇ નાઓ દ્વારા કરવામાં આવેલ છે