
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સાગબારા નિતેશ વસાવા
માર્ગ પર ઉકાઈ ડેમનુ પાણી ફરી વળતા ગ્રામજનોને અવર – જવરમા હાલાકી , તંત્ર ભર નિદ્રામાં !
આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ ડૉ. કિરણ વસાવા અને તેની ટીમે સાગબારા તાલુકાના મોટીદેવરૂપણ ગામની મુલાકાત લીધી હતી, અને મોટીદેવરૂપણ ગામના રસ્તાના પુલ ઉપર ઉકાઈ ડેમનું પાણી ફરી વળતા ગામ સંપર્ક વિહોણું બન્યું છે તેની ચિંતા વ્યક્ત કરી હતી.
આદમી પાર્ટીના નર્મદા જિલ્લા અધ્યક્ષ ડો. કિરણ વસાવાએ સાગબારા તાલુકાના મોટી દેવરૂપણ ગામના મુખ્ય રસ્તાના પુલ ઉપર ઉકાઈ ડેમનું પાણી દર વર્ષે પુલ ઉપર ફરી વળે છે, જેના કારણે આ ગામના લોકોને વારંવાર જીવ જોખમે આ પાણી માંથી પસાર થવાનો વારો આવે છે, તેમજ પુલ પર પાણી ફરી વળતાં વાહન વ્યવહાર ઠપ થઈ જાય છે, કામ – કાજ અર્થે જનાર ગ્રામજનો, નોકરિયાતો ને પણ હાલાકી ભાગવાનો વારો આવે છે, પીડીત લોકોને પણ ઊંચકીને ગામમાથી દવાખાને લઈ જવા માટે ગ્રામજનો મજબૂર બને છે, જયારે ગર્ભવતી બહેનોને કઈ રીતે દવાખાને પોહચાડવું એ બોજ મોટી ગંભીર સમશ્યાઓ ઉભી થાય છે, જેથી આવી તકલીફો સરકારી તંત્ર ને ખબર પડતી નથી, સાથે સત્તા ઉપર બેઠેલા લોકોને પણ સામાન્ય અને લાચાર પ્રજાની કોઈ પડેલી હોતી નથી તેવુ ડો. કીરણ વસાવા એ જણાવ્યું હતું, અને આ નીચા પુલોને વહેલી તકે ઉંચા બનાવવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે ત્યારે આમ આદમી પાર્ટીની એજ માંગ છે કે જો સરકાર ગ્રામજનોની માંગ પુરી નહીં કરે તો તેઓ ગાંધીચિંધ્યે માર્ગે આંદોલન કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી.