
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ તાપી, કીર્તનકુમાર
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાનાં ભૂરીવેલમાં શાકભાજી વેચીને ગુજરાન ચલાવતા ફેરિયાઓ ને તંત્ર દ્વારા બજાર બંધ કરાવવામાં આવતા ફેરી કરતાં મહિલાઓએ ચક્કાજામ કર્યો હતો આખરે ચર્ચા અને સમજૂતી બાદ સુખદ અંત આવ્યો હતો.
એક તરફ બજારમાં ઉમડતી ભારે ભીડ અને બીજી તરફ ગ્રામ્ય કક્ષાએ મળી રહેતી ઘર આંગણે સગવડ! નેતાઓના મેળવડા સામે તંત્ર મૂક દર્શક…
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાનાં ઉકાઈ માંડવી રોડ ઉપર આવેલ ભૂરીવેલ ગામે રોડની બાજુમાં શાકભાજીનો વેપાર કરતાં ફેરિયાને ત્યાંથી હટાવી બજાર બંધ કરાવાતા ફેરિયાઓ ઉશ્કેરાઈ ગયા હતા. પોતાનો રોષ ઠાલાવતા રોડની વચ્ચે બેસી જઈ સોનગઢ માંડવી રોડ ઉપર ચક્કાજામની પરિસ્થિતી ઊભી કરી દીધી હતી. અંતે ઘટના સ્થળે ઉચ્ચઅધિકારી દોડી આવ્યા હતા. અને માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સિંગનાં પાલન સાથે ધંધો કરવા માટે સૂચના આપીને મંજૂરી આપી બજાર પાછા શરૂ કરાવ્યા હતા. આ ઘટના દ્વારા એટલું તો નક્કી થાય છે આખરે પરેશાની તો સામાન્ય જનતાએ જ ઉઠાવવાની.