શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ, સુરત નલિન ચૌધરી
સુરત જીલ્લાનાં બારડોલી તાલુકાના બાલદા મુકામે આજરોજ બારડોલી તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી દેવેન્દ્રભાઇ ચૌધરી દ્વારા પ્રથમ બાલદા મુખ્ય શાળામાં ગેલ્વેનાઈઝના પતરા મુકાવવામાં આવ્યા હતા, અને ગામમા પાણીની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી બાદમાં શેરી રસ્તાની સુવિધા લોકોને ઉપલબ્ધ કરાવી હતી, બાદ મુક્તિધામ બાલદા કે જેનો ઉપયોગ નજીકના સાદડી ગામ, બેડકુવા ગામ પણ કરે છે, જેના વિકાસ માટે તાલુકા પંચાયત બારડોલી માંથી નાણાં ફાળવી કંપાઉન્ડ વોલ અને દરવાજાની કામગીરી કરાવી હતી, બાદ મુક્તિધામ જવાના આર સી. સી. રોડનું ખાતમુહૂર્ત ઉપપ્રમુખશ્રી દેવેન્દ્રભાઈ ચૌધરીના હસ્તે આજરોજ કરવામાં આવેલ છે, જેમાં ગામના સરપંચ જ્યોતિબેન ચૌધરી, શાળાના આચાર્યશ્રી વિશ્વજીતભાઇ ચૌધરી, ભગીરથભાઇ, બિપિનભાઈ ચૌધરી તેમજ અન્ય ગ્રામજનો હાજર રહ્યા હતા.