ક્રાઈમદક્ષિણ ગુજરાતબ્રેકીંગ ન્યુઝ

અંકલેશ્વરમાં થયેલ ચકચારી ત્રણ કરોડથી વધુ કિંમતના સોનાની તથા અન્ય રોકડ રકમની લુંટનો ભેદ ઉકેલી કાઢતી ભરૂચ પોલીસ :

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ,  ભરૂચ સુનિતા રજવાડી

અંકલેશ્વર IIFL બ્રાંચ ખાતે થયેલ ચકચારી ત્રણ કરોડથી વધુ કિંમતના સોનાની તથા અન્ય રોકડ રકમની લુંટ તથા નવસારી જીલ્લાના ચીખલી IIFL બ્રાંચમાં જુલાઇ ૨૦૧૭ માં થયેલ બે કરોડથી વધુ કિંમતના સોનાની લુંટનો ભેદ ઉકેલી લુંટમાં વપરાયેલ ફોરવ્હીલ ગાડીઓ, હથિયાર, રોકડ રકમ તથા સોનું મળી કુલ રૂા.૨,૭૩,૪૬,૩૦૭/- નો મુદામાલ કબજે કરી ચાર આરોપીઓને ઝડપી પાડતી ભરૂચ જીલ્લા પોલીસ:

ભરૂચ : દિવાળીના પાંચ દિવસ અગાઉ તારીખ ૯ નવેમ્બર ૨૦૨૦માં અંકલેશ્વર ત્રણ રસ્તા પાસે આશિષ શોપીંગ સેન્ટરમા આવેલ IIFL ગોલ્ડ લોન ફાઇનાન્સની ઓફિસમાંથી ચાર અજાણ્યા હિન્દીભાષી લુટારૂ ઇસમોએ રીવોલ્વર, મોટા છરા સાથે ઘુસી આવી સ્ટાફને રીવોલ્વર તથા છરા બતાવી ભયભીત કરી તેઓની પાસેથી રોકડ રૂપીયા તથા સોનું મુકવાના લોકરના સ્ટ્રોગ રૂમનુ ઓ.ટી.પી. મંગાવી સ્ટ્રોગ રૂમનુ લોક ખોલી રોકડ તથા સોનુ મળી કુલ રૂા. ૩,૩૨,૦૫,૨૮૫/- ના મત્તાની લુટ કરેલ.

જેમાં ભરૂચ એલ.સી.બી.નોએ કુલ ચાર આરોપીઓને સુરત ખાતેથી ઝડપી પાડવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓ:-
(૧) મોહસીન S/O ઈમ્તિયાઝ ગુલામ મુસ્તુફા મલેક ઉ.વ.-૩૩ રહે- ૭૩ ગ્રીન પાર્ક, સોસાયટી, જહાંગીરપુરા રોડ રાંદેર સુરત વાળાને સુરત રાંદેર મુકામેથી રાઉંડ અપ કરવામા આવેલ
(૨) મોહમદઅલી S/O હુસેન ગુલામ નાખુદા ઉ.વ.-૨૯ રહે. ૫૧૩૨ લીમડાઓલી સ્ટ્રીટ રાંદેર સુરત વાળાને રાંદેર મુકામેથી રાઉંડ અપ કરવામા આવેલ.
(૩) મોહસીન S/O મુસ્તુફા જીલાની ખલીફા ઉ.વ.-૨૮ રહે. ૧૩ રહેમત નગર સોસાયટી,ગોરે ગરીબા કબ્રસ્તાનની બાજુમા રાંદેર સુરત વાળાને ઉમરવાડા અંકલેશ્વર મુકામેથી રાઉંડ અપ કરવામા આવેલ.
(૪) સલીમ S/O અબ્દુલ સિદ્દીક ખાન ઉ.વ.-૨૯ રહે. ૪૦ ઝીલ-મીલ રો-હાઉસ, સાઈનાઈડ ફેકટરી નજીક, ઓલપાડ તા.ઓલપાડ જી.સુરત મુળ રહે. ૬૮ રંગ અવધુત સોસાયટી વિભાગ-૩ રાંદેર સુરત વાળાને અંકલેશ્વર નવજીવન હોટલ નજીકથી રાઉંડ અપ કરવામા આવેલ.
ઉપરોકત પકડાયેલ આરોપીઓને ભરૂચ જીલ્લા એલ.સી.બી. ઓફિસ લાવી, તમામનું ક્રોસ ઇન્ટ્રોગેશન કરી સંઘન પુછપરછ કરતા તમામ આરોપીઓ ભાંગી પડેલ તથા આરોપીઓએ નવેક દિવસ પહેલા અંકલેશ્વર IIFL બ્રાંચમાં થયેલ લુંટની કબુલાત આપેલ છે તથા આજથી ત્રણ વર્ષ પહેલા નવસારી ચીખલીમાં IIFL બ્રાંચમાં ઉપરોકત પકડાયેલ આરોપી પૈકી મોહસીન S/O ઈમ્તિયાઝ ગુલામ મુસ્તુફા મલેક તથા સલીમ S/O અબ્દુલ સિદ્દીક ખાન લુંટ કર્યાની કબુલાત આપેલ છે.
કબ્જે કરેલ મુદામાલઃ-
(૧) સોનુ કુલ વજન ૫૮૬૩.૬૯ ગ્રામ કુલ કિંમત રૂા.૨,૫૨,૨૨,૫૫૭/-
(૨) રોકડ રૂપીયા ૧૩,૫૩,૦૫૦/-
(૩) સ્વીફટ ગાડી નંબર GJ 19 AA 4484 કિંમત રૂપીયા ૩,૦૦,૦૦૦/-
તથા સ્કોડા રેપીડ ગાડી નંબર GJ 05 CN 7319 કિંમત રૂપીયા ૪,૦૦,૦૦૦/-
(૪) દેશી બનાવટનો તમંચો કિંમત રૂપીયા ૫૦૦૦/-
તથા પિસ્તોલ જેવુ બનાવટી હથિયાર (લાઇટર) કિંમત રૂપીયા ૦૦/૦૦
(૫) અલગ અલગ કંપનીના મોબાઇલ નંગ- ૦૫ કિંમત રૂપીયા ૬૫,૦૦૦/-
(૬) રેમ્બો (ચપ્પુ) કિંમત રૂપીયા ૨૦૦/-
(૭) ઇલેકટ્રીક કાંટો કિંમત રૂપીયા ૫૦૦/- તથા દોરી કિંમત રૂપીયા ૦૦/૦૦

ડીટેક્ટ થયેલ ગુનાઓની વિગત:-
(૧) અંકલેશ્વર શહેર પો.સ્ટે ગુ.ર.નં. ૧૧૧૯૯૦૦૪૨૦૧૭૪૮/૨૦૨૦ ઈ.પી.કો કલમ- ૩૯૨, ૩૯૭,૩૪૨, ૪૫૧, તથા આર્મ્સ એક્ટ કલમ-૨૫(૧-બી) એ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫
(૨) ચિખલી પો.સ્ટે ગુ.ર.નં. I -૧૩૨/૨૦૧૭ ઇ.પી.કો કલમ ૩૯૨, ૩૯૭,૩૪૨, ૪૫૨, તથા આર્મ્સ એક્ટ કલમ-૨૫(૧-બી) એ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ હેઠળ ચેખલી IIFL ગોલ્ડ લોન બેંક લૂટ મા આરોપી (૧) મોહસીન S/O ઈમ્તિયાઝ ગુલામ મુસ્તુફા મલેક ઉ.વ.-૩૩ રહે- ૭૩ ગ્રીન પાર્ક, સોસાયટી, જહાંગીરપુરા રોડ રાંદેર સુરત (૨) સલીમ S/O અબ્દુલ સિદ્દીક ખાન ઉ.વ.-૨૯ રહે. ૪૦ ઝીલ-મીલ રો-હાઉસ, સાઈનાઈડ ફેકટરી નજીક, ઓલપાડ તા.ઓલપાડ જી.સુરત મુળ રહે. ૬૮ રંગ અવધુત સોસાયટી વિભાગ-૩ રાંદેર સુરત (૩) આરીફ બાબુ (૪) પાસા નામનો માણસ જે સલીમ નો મિત્ર છે જે આ ગુનામા ઉપરોક્ત ચાર આરોપીઓએ ચિખલીમા કૂલ રૂા. બે કરોડ ઉપરની લૂટ કરેલ.
આરોપીઓનો ગુનાહિત ઇતિહાસઃ-
આરોપી સલીમ S/O અબ્દુલ સિદ્દીક ખાનનો ગુનાહિત ઇતિહાસ
(૧) વર્ષ ૨૦૧૧ અને ૨૦૧૨ માં ઉમરા પો.સ્ટે. માં મોબાઇલ ચોરીમાં પકડાયેલ
(૨) વર્ષ ૨૦૧૧ અને ૨૦૧૨ માં રાંદેર પો.સ્ટે. માં મારામારીના કેસમાં પકડાયેલ છે.
(૩) વર્ષ ૨૦૧૮ માં પલસાણા પો.સ્ટે.માં પ્રોહીબીશનના કેસમાં પકડાયેલ છે.
(૪) વર્ષ ૨૦૧૮ માં ચીખલી પો.સ્ટે.માં પ્રોહીબીશનના કેસમાં પકડાયેલ છે.
(૫) વર્ષ ૨૦૧૩માં પાસા હેઠળ સુરતથી ભાવનગર જીલ્લા જેલમાં સજા ભોગવેલ છે.
આરોપી મોહસીન S/O મુસ્તુફા જીલાની ખલીફાનો ગુનાહિત ઇતિહાસ
(૧) વર્ષ ૨૦૧૬ માં સુરત શહેર ડી.સી.બી.માં વાહનચોરીના ત્રણ ગુનાઓમાં પકડાયેલ છે.

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી:

(૧) પોલીસ ઇન્સ્પેકટર જે.એન.ઝાલા, એલ.સી.બી. (૨) પૌ.ઇન્સ.શ્રી કે.ડી.મેડોરા, ઐસ.ઓ.જી. (૩) પો.સ.ઇ. શ્રી પી,એસ,બરંડા, એલ. સી.બી. (૪) પો.સ.ઇ. શ્રી એ.એસ.ચૌહાણ, એલ.સી.બી. (૫) પો.સ.ઇ.શ્રી વાય. જી.ગઢવી, એલ.સી.બી (૬) પો.સ.ઇ. શ્રી બી.ડી.વાઘેલા, પેરોલ ફર્લો સ્કવોર્ડ (૭) પો.સ.ઇ. શ્રી એમ. આર, શ.કોરીયા, એસ.ઓ.જી. (૮) પો.સ.ઇ.શ્રી એન. જે.ટાપરીયા, એસ, ઓ. જી. તથા એલ સી,બી.ટીમ તથા પેરોલ ફર્લો સ્કવોડ તથા એસ.ઓ.જી.ટીમ તથા અંકલેશ્વર સીટી પો.સ્ટે. ડીસ્ટફ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है