
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા
પારિવારિક ઝઘડામાં સુખદ સમાધાન કરાવતી અભ્યમ-181 મહિલા હેલ્પલાઇન ટીમ ડાંગ:
ગતરોજ એક મહિલાએ અભ્યમ 181 મહિલા હેલ્પ લાઇન માં કોલ કરી જણાવેલ કે તેઓ છેલ્લા સાત વર્ષથી સોમાભાઈ( નામ બદલેલ છે) અને અને છેલ્લા કેટલાક સમયથી રેખાબેન( નામ બદલેલ છે) શારીરિક તેમજ માનસિક ત્રાસ આપે છે અને સોમાભાઈ નું બહાર એક્સ્ટ્રા મેરિટલ અફેર ચાલતું હોય જેમને આજરોજ તેઓ બીજી પત્ની તરીકે તેમના ઘરે લઇ આવેલ હતા અને બંને પત્નીઓને સાથે રાખવાની વાતો કરતા હતા જે રેખાબેન એ વાતમાં સહમત ન હતા તેમજ તેઓને સમજાવતા સોમાભાઈ સમજવા તૈયાર ન હતા તેમજ બીજી પત્ની તરીકે આવેલ બેનને પણ અમે એ કાયદાકીય માહિતી આપેલ અને તેમની પહેલી પત્ની હોવાથી તેઓ બીજી પત્ની ના કરી શકે તેની સમજણ આપેલ છે તેમજ રેખાબેન ને તેમજ સોમાભાઈ ને અમોએ સમજાવટથી તેઓ વચ્ચે સમાધાન કરેલ છે તેમજ સોમા ભાઈએ તેમની ભૂલ સ્વીકારી રેખાબેન ને તારી રીતે રાખશે અને બીજી પત્ની નહીં કરે તેની બહેન કરી આપેલ છે, આમ તેઓ વચ્ચે સુખદ સમાધાન કરાવેલ છે અને ઘર કુટુંબને તૂટતા બચાવેલ છે.