શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
નર્મદા જીલ્લા ના ડેડીયાપાડા તાલુકાના પાટવલી ગામે બબ્બે પત્નીઓ ના પતિદેવે પત્નિ ઉપર ચપ્પુ થી હુમલો કર્યો.
આંગણવાડી વર્કર તરીકે કામ કરતી પત્નિ ને ઇજાગ્રસ્ત કરી જાન થી મારી નાખવાની ધમકી આપતાં ફરિયાદ નોંધાઈ ..
પત્નિ એ પતિદેવ સામે પોલીસ મથક માં નોધાવી ફરિયાદ માનસીક ત્રાસ આપી પ્રતાડિત કરાતી હોવાની પત્નિ ની ના પતિ રામસીંગ પર આરોપ .. પોલીસ આવી હરકત માં…
નર્મદા જીલ્લા ના ડેડીયાપાડા તાલુકાનાં પાટવલી ગામ ખાતે રહેતી અને આંગણવાડી કાર્યકર તરીકે કામ કરતી મહિલા પોતાની માતા નું મરણ થતાં તેના બારમા ની વિધિ માં પતિદેવ ને પૂછ્યા વગર જતાં પતિદેવ ધુવા પુવા થયાં હતાં અને પત્નિ પર ચપ્પુ થી હુમલો કરી ઇજાગ્રસ્ત કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા અને જાનલેવા હુમલો કરતા પત્નિ એ પોતાના પતિ રામસીંગ સામે પોલીસ મથક મા ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે.
બનાવ ની પોલીસસુત્રો માંથી મળતી માહિતી અનુસાર નર્મદા જીલ્લાના દેડિયાપાડા તાલુકાના પાટવલી ગામ ખાતે રહેતા આરોપી રામસીંગ ઉમારિયાભાઈ વસાવા ને એક પત્નિ હોવા છતાં આંગણવાડી કાર્યકર તરીકે કામ કરતી ફરિયાદી કુસુમબેન સાથે પ્રેમ સંબંધ બંધાતાં તેઓ એ લગ્ન કર્યાં હતાં, અમુક સમય લગ્ન જીવન સુખ શાંતિ થી ચાલ્યા બાદ પતિદેવે પત્નિ ઉપર શારીરિક માનસીક ત્રાસ આપતા હોવાનું પત્નિ એ ફરિયાદ મા જણાવ્યુ છે, રામસીંગની પત્નિ કુસુમની માતા નું મરણ થતા તેના બારમા ની વિધિ માં પત્નિ તા 10 જાન્યુઆરીના રોજ પોતાનાં પિયર ચિકદા ગામે ગઈ હતી જે 12 મી તારીખે પરત ફરી હતી, પોતાના પતિ ના ઘરે પરત ફરતા પતિદેવ રામસીંગ પત્નિ પર ગુસ્સે ભરાયેલા અને ચપ્પુ લય પત્નિ ઉપર જાનલેવા હુમલો કર્યો હતો જેમાં પત્નિ ને ઇજા પહોંચી હતી, પોતાનુ જીવ બચાવવા માટે પત્નિ ફળિયા મા બીજા ના ઘર માં ભરાઈ હતી, ત્યારે અન્ય લોકો એ તેણીને બચાવેલ હતી, જેથી પતિ એ પોતાની પત્નિ ને જાન થી મારી નાખવાની ધમકી આપી હતી, ઘટના સ્થળે તાત્કાલિક 108 આવી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં આ મામલે પત્નિ કુસુમબેન એ દેડિયાપાડા પોલીસ મથક મા પોતાના પતિ રામસીંગ સામે ફરિયાદ નોંધાવી છે, પોલીસે ફરિયાદ નોંધી પતિદેવ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોટર: દિનેશ વસાવા, દેડિયાપાડા