
શ્રોત:ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જનકુમાર વસાવા
આસપાસ ના વિસ્તાર ના 25 હજાર લોકો માટે ઉપયોગી સેન્ટર ખાતે જીવના જોખમે સારવાર મેળવતાં આદિવાસીઓ:
દેડિયાપાડા પ્રાત અધિકારી ને આવેદનપત્ર પાઠવી નવુ PHC સેન્ટર સહિત સ્ટાફ કવાર્ટર બનાવવા ની માંગ:
નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના ગોપાલીયા ગામના આરોગ્ય વિભાગ દ્વારા ચાલતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની ઇમારત જર્જરીત હાલતમાં હોય આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે આવતા દર્દીઓ જીવના જોખમે સારવાર મેળવતાં હોવાની ફરિયાદ સાથે દેડિયાપાડાના પ્રાંત અધિકારી ને સ્થાનિક આદિવાસી લોકો એ આવેદનપત્ર આપ્યુ હતુ , અને નવુ મકાન બનાવવા ની માંગ કરી હતી.
દેડિયાપાડા તાલુકાના ગોપાલીયા ગામ ખાતે PHC સેન્ટર આવેલ છે, તેમજ ઉમરાણ, ઝાંક, ભરાડા, નાની બેડવાણ, મોટી બેવડાણ, મુલકાપાડા જેવા ગામ મા CHC સેન્ટરો આવેલા હોય ને આ સબ સેન્ટરો સહિત ગોપાલીયા ગામની આસપાસ ના વિસ્તારમાં આવેલ આદિવાસી વિસ્તારોમા વસવાટ કરતા લગભગ 25000 જેટલા આદિવાસીઓ ગોપાલીયા ગામ ખાતે આરોગ્યલક્ષી સારવાર મેળવતાં હોય છે.
ગોપાલીયા ગામ ખાતે નુ PHC સેન્ટર જર્જરીત હાલતમાં મુકાયુ છે , દવાખાનામાં ઠેરઠેર વરસાદી પાણી ટપકી રહયા છે , વરસાદી પાણી ટપકતાં સ્લેબ ટુટી પડવાની દહેશત વચ્ચે દવાખાનામાં સારવાર મેળવતા દર્દીઓ ના જીવ તાળવે આવી જતાં હોય છે. ખાસ કરીને દવાખાનામાં દાખલ સગર્ભા સ્ત્રીઓ ને ડિલીવરી માટે દાખલ કરાય તો તેઓ રાત દિવસ ભય મા વીતાવતા ફફડી ઉઠતી હોય છે.વરસાદી પાણી ટપકતાં દવાખાનામાં સાધનો પણ બગડવાની સંભાવનાઓ વર્તાતી હોય છે, ત્યારે આ બધી સમસ્યાઓ ને ગોપાલીયા ગામ સહિત આસપાસ ના વિસ્તારમાં વસતા લોકો એ સમસ્યા રુપે ગણી દેડિયાપાડા ના પ્રાંત અધિકારી ને આવેદનપત્ર આપ્યુ હતુ.
આવેદનપત્ર મા ગોપાલીયા ગામ ખાતે PHC સેન્ટર ની નવી બિલ્ડીંગ બનાવવા તેમજ સ્ટાફ કવાર્ટર બનાવવા ની પણ માંગ કરવામાં આવી છે.