શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
નર્મદા જીલ્લાના ડેડીયાપાડા ખાતે આજે સરપંચના સમર્થનમા બજાર સજ્જડ બંધ:
ડેડીયાપાડામાં ગટર સાફ કરવા ગયેલ 3 વ્યક્તિના મૃત્યુ નીપજ્યા હતાં, સદર ઘટના બાબતે સરપંચ વિરુદ્ધ 304 નો ગુનો નોંધાતા સરપંચના સમર્થનમા ડેડીયાપાડા આખું સ્વેચ્છીક સજ્જડ બંધ રહ્યું હતું.
નર્મદાના ડેડીયાપાડા ખાતે આજે સરપંચના સમર્થનમા ડેડીયાપાડા સજ્જડ બન્ધ રહયુ હતું.
આ સમગ્ર બાબતે ગ્રામજનો એ જણાવ્યુ હતું કે સરપંચ સામે 304ની કલમ લગાડી ખોટી ફરિયાદ કરી છે જેનો અમે વિરોધ કરીએ છીએ. વધુમાં ગામજનોએ જણાવ્યું હતું કે વારંવાર સરપંચ દ્વારા ભૂગર્ભ ગટર લાઈનના ગેરરીતિઓ ધ્યાને દોરી હતી પરંતુ તંત્ર દ્વારા કોઈ પગલાં ભરાયા ન હતાં.
બનાવની વિગત અનુસાર મરણ પામનાર રોહિતભાઈના પત્ની ચંપાબેન દ્વારા ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં સરપંચ રાકેશકુમારની વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. જેના સમર્થનમા આજે ડેડીયાપાડા સ્વૈચ્છિક રીતે ગ્રામજનો દ્વારા સજ્જડ બન્ધ રાખવામાં આવ્યો હતો. આ મુદ્દે તેઓની સાથે વાત કરતાં જાણવા મળેલ કે અમારા પરિવારના ભરણપોષણ બાબતે જવાબદાર સામે હમોએ દાદ માંગેલ છે, અને હમોએ વ્યક્તિગત રીતે કોઈ પર ગુનો દાખલ કરેલ નથી તેમ તેઓએ જણાવ્યું હતું.
સમગ્ર બનાવની વિગત જોતા દેડિયાપાડા ખાતે રાત્રીના અંધારામાં ભૂગર્ભ ગટર લાઈનની ભૂગર્ભ ટાંકી ની સાફ સફાઈ કરવા ઉતરેલા કામદાર સહિત બચાવવા ભૂગર્ભ ટાંકીમાં ઉતરેલા કામદાર સહિત બચાવવા ટાંકી માં ઉતરેલા કુલ ત્રણ જણાને ઝેરી ગેસથી અસરથી ગૂંગળાઈ જવાથી ત્રણના મોત, એકને ગંભીર ઇજા થઈ હતી.
દેડિયાપાડા ખાતે રાત્રીના અંધારામાં ભૂગર્ભ ગટરની ટાંકી ની સાફ સફાઈ કરવા ઉતરેલા કામદાર સહિત બચાવવા ટાંકીમાં ઉતરેલા કામદાર સહિત બચાવવા ટાંકી માં ઉતરેલા કુલ ત્રણ જણાને ઝેરી ગેસથી અસરથી ગૂંગળાઈ જવાથી ત્રણના મોત, એકને ગંભીર ઇજા થવા પામી હતી.
આ અંગે દેડીયાપાડા પોલીસ મથકે ફરિયાદી ચંપાબેન રોહિતકુમાર દાદુભાઇ વસાવા (રહે, નવીનગરી, દેડીયાપાડા) એ આરોપી રાકેશભાઈ રયજીભાઇ વસાવા (રહે,દેડીયાપાડા) સામે ફરિયાદ કરી હતી. જેના ઘેરા પ્રત્યાઘાત દેડીયાપાડા બજારમાં પડ્યા હતા.