
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
ધી વ્યારા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી. ના સભાસદો દ્વારા વાર્ષિક સાધરણ સભા અંગે જીલ્લા રજીસ્ટારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું,
કોવીડ ગાઇડલાઇનનું પાલન કરીને પણ ફીસીકલ સામાન્ય સભા બોલાવી શકાય તેમ છે. કારણકે અમારી મંડળીમાં માત્ર ૧૦૦ જેટલા સક્રિય સભાસદો તો વર્ચુઅલ ઓનલાઈન સામાન્ય સભાનો અમે વિરોધ કરીએ છીએ, અને ખુલ્લા મેદાનમાં સામાન્ય સભા કરવા માંગ કરીએ છીએ,
ઉપરોક્ત વિષયના અનુસંધાને હમો અરજદારનું વિનમ્રતાપૂર્વક જણાવવાનું કે હમો અરજદાર ધી. વ્યારા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી. ના સભાસદો છીએ અને ધી વ્યારા દુધ ઉત્પાદક સહકારી મંડળી લી. ની આગામી વાર્ષિક સાધારણ સભા તા.૩૦/૦૯/૨૦૨૧ ના રોજ યોજાનાર છે. સદર મીટીંગ વર્ચુઅલ એટલેકે ઓનલાઈન રીતે મળનાર છે. જે મીટીગ અંગેની હકીકત એવી છે કે સદર મીટીંગ અંગેનો એજન્ડા મંડળીની કમીટી દ્વારા મંડળીના કાયદાની જોગવાઇ મુજબ નિયત કરેલ સમય મર્યાદામાં મોકલવામાં આવેલ નથી. કારણ કે, મંડળીના પેટા-કાયદાની કલમ-૮(૬) મુજબ સાધારણ સભા બોલાવતા અગાઉ ૧૪ દિવસની નોટીસ આપવી મેન્ડેટરી છે. પરંતુ, સદર મીટીંગના એજન્ડા તા.૨૫/૦૯/૨૦૨૧ ના રોજ દરેક સભાસદને મોકલવામાં આવેલ છે. જે અંગેના પુરાવા આ સાથે રજૂ કરેલ છે. સદર વાર્ષિક સાધારણ સભાના અહેવાલ પણ છાપવામાં આવેલ નથી કે એજન્ડા સાથે મોકલવામાં આવેલ નથી. જેથી સદર મીટીંગ તદ્દન ખોટી અને ગેર-કાયદેસર રીતે થનાર છે. સબબ, મંડળી તથા તેના હોદેદારો દ્વારા તદન ખોટું અને પેટા-કાયદા વિરૂધ્ધનું કૃત્ય કરવામાં આવી રહ્યું છે.
હમારી ઉપરોકત તમામ હકીકતોને બાધ ન આવે તે રીતે જણાવવાનું કે, હમારી મંડળીના પેટા-કાયદા મુજબ સાધારણ સભા વર્ચયુલી કરવાની કોઇ જ જોગવાઇ નથી. વધુમાં અમારી મંડળીના સભાસદો સામાન્ય વ્યકિતઓ છે. અને નવા સિક્ષિત સભાસદો ને દાખલ કરવામાં આવતાં નથી, તેઓ પાસે સ્માર્ટ ફોનની પણ સુવિધા નથી. જેથી તેઓ સામાન્ય સભામાં સક્રિય રીતે હાજરી પણ આપી શકે તેમ નથી કે સામાન્ય સભાની કાર્યવાહીમાં ભાગ પણ લઇ શકે તેમ નથી. જેથી સામાન્ય સભા તટસ્થ રીતે થઇ શકે તેમ નથી, જો કોઇ વ્યક્તિએ કોઇ કામ બાબતે વાંધો લેવો હોય કે કોઇ વિષય વસ્તુ બાબતે વોટીંગ કરવુ હોય તો પણ વર્ચયુલ મીટીંગમાં તે થઇ શકે તેમ નથી. તદઉપરાંત, કોવિડ-૧૯ ની પરિસ્થિતી સમગ્ર ગુજરાતમાં નહીવત જેવી થઇ ગયેલ છે. તેમજ કોવીડ ગાઇડલાઇનનું પાલન કરીને પણ ફીસીકલ સામાન્ય સભા બોલાવી શકાય તેમ છે. હમારી મંડળીમાં માત્ર ૧૦૦ જેટલા સક્રિય સભાસદો છે. જેથી કોઇ પણ હોલ કે ખુલ્લા મેદાનમાં કોવિડ-૧૯ ની ગાઇડલાઇનનું પાલન કરીને સભા બોલાવી શકાય છે. છતાં, મંડળી કે તેના કમીટી સભ્યો દ્વારા તેમ કરવામાં આવતું નથી. બલ્કે, મંડળીના કમીટી સભ્યો દ્વારા જાણીબુઝીને સાધારણ સભા વહેલી રાખવામાં આવે છે. જે મંડળીનું તથા તેના હોર્દેદારોનું કૃત્ય તદન ખોટું, પેટા કાયદા તેમજ ગેર-કાયદેસરનું જણાય આવે છે. સબબ, ઉપરાંત તમામ હકીકતો ધ્યાને લઇ મંડળીના હોદ્દેદારો તેમજ અધિકૃત અધિકારીઓને તા.૩૦/૦૯/૨૦૨૫ ના રોજ ફીસીકલી સાધારણ સભા યોજવા આદેશ ફ૨માવશોજી અગર તે અંગે ઘટતું કરશો.
એમ ગતરોજ ધી વ્યારા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી. ના સભાસદો દ્વારા વાર્ષિક સાધરણ સભા અંગે જીલ્લા રજીસ્ટારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જોવું રહ્યું જવાબદાર અધિકારીઓ સભાસદો ને ન્યાય અપાવે છે કે નહિ?