દક્ષિણ ગુજરાતબ્રેકીંગ ન્યુઝ

પોમલાપાડા ગામની સીમ માંથી ભારતીય બનાવટનો કિંમત રૂ ૨૧,૬૯,૬૦૦/- નો ઇંગ્લીસ દારૂનો જથ્થો ઝડપી પાડતી દેડીયાપાડા પોલીસ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

પોમલાપાડા ગામની સીમ માંથી ભારતીય બનાવટનો કિંમત રૂ ૨૧,૬૯,૬૦૦/- નો ઇંગ્લીસ દારૂનો જથ્થો ઝડપી પાડતી દેડીયાપાડા પોલીસ;

તા.૦૨/૦૭/૨૦૨૧ ના રોજ દેડીયાપાડા પોલિસ સબ ઈન્સ્પેક્ટર શ્રી એચ.વી.તડવી ને બાતમી મળેલ કે દેડીયાપાડા પારસી ટેકરા ખાતે રહેતા વનરાજ ઉર્ફે ભુરીયો ઉર્ફે રાજા ભરતભાઈ નાઓએ મનોજભાઇ મગનભાઇ વસાવા મુળ રહેવાસી નિંઘટ હાલ રહે પોમલાપાડા ગામ નાઓની સાથે મળી પોમલાપાડા ગામની સીમમાં દેડીયાપાડા થી અંક્લેશ્વર તરફ જતા દક્ષીણે આવેલ કંચનભાઇ પાંચાભાઇ તડવી રહેવાસી થપાવી નવી વસાહત નાઓના ખેતરમાં મનોજભાઇ મગનભાઇ વસાવા નાઓએ બનાવેલ મકાનમા મોટા પ્રમાણમાં ઇંગ્લીશ દારૂનો સંતાડી રાખેલ.જે ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ આ મનોજભાઇ મગનભાઇ વસાવા તથા ઉર્ફે ભુરીયો ઉર્ફે રાજા ભરતભાઇ આર્ય નાઓએ ભેગા મળી મંગાવેલ છે. અને મોડી રાતે ગ્રાહકો સાથે તેઓ આ જથ્થો વેચાણ કરવાના છે. જે મળેલ બાતમી આધારે પોલિસ સબ ઇન્સ્પેકટર શ્રી એચ.વી તડવી નાઓએ પોમલાપાડા ગામની સીમ માંથી ROYAL BLACK ના ક્વાટરીયા નંગ ૨૦૭૩૬ રૂપીયા ૨૦,૭૩,૬૦૦/- તથા IMPERIAL BLUE Whisky ના ક્વાટરીયા નંગ ૯૬૦, કિંમત ૯૬,૦૦૦ /- ના મળી કુલ બોટલ નંગ ૨૧,૬૯૬ કુલ કિંમત રૂપીયા ૨૧,૬૯,૬૦૦ નો મુદ્દામાલ પકડી પાડેલ  છે. અને આ ઇંગ્લીશ  દારૂનો ગેરકાયદેસરનો જથ્થો વેચાણ કરવાના ઇરાદે મંગાવનાર આરોપીઓ ઉર્ફે ભુરીયો ઉર્ફે રાજા ભરતભાઇ આર્ય પારસી ટેકરા, તા.દેડીયાપાડા જી.નર્મદા મનોજભાઇ મગનભાઇ વસાવા મુળ રહે, નિંઘટ હાલ રહે.પોમલાપાડા ગામની સીમમાં નાઓ સ્થળ પર હાજર નહીં મળી આવતા તેઓને પકડી પાડવા દેડીયાપાડા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है