શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
આદિવાસી સમાજ ધીરે ધીરે બધા જ ફિલ્ડમાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે દેડિયાપાડાના શ્રીજલારામ સ્ટુડીઓ દ્વારા આદિવાસી ગીતોના આલ્બમ બનાવી લોક પ્રિય બન્યું;
ઘણા સમય થી શ્રી જલારામ સ્ટુડિયો દ્વારા સંગીત, એક્ટિંગ, તેમજ લગ્ન ગીતો, લોક ગીતો દ્વારા લોકોનું મનોરંજન કરી લોક ચાહના મેળવી રહ્યું છે. તેમજ દક્ષિણ ગુજરાત ના પહેરવેશ, ભાષા , તેમજ સુંદર પ્રકૃતિ દ્રશ્યો દ્વારા લોકોનું મનોરંજન કરવામાં આવે છે. સ્ટુડિયો ના માલિક જયેશ વસાવા સાથેની વાતચીત દરમિયાન તેઓનું સપનું આદિવાસી કલાકારો ને એક ઓળખ મળે તેમનું ભાવિ આગળ બને એ માટે તેઓ સતત પ્રયત્ન કરતા આવ્યા છે.
પોયરી તોઅ સ્માઈલ, મેરાલી યાહા આશીર્વાદ, આપુ દોસ્તી ઓ પાવુંહ, જય દેવમોગરા માતા આરતી, દોસ્તી પોયરીયા આખે વરાડ, તિરછી ટોપી કેટીએમ ને ફિરો રે., ઇન્ટરનેટ વાલો લવ, કાના ની રાધા, બેના..તુ એકલી એક પોયરી, ઓ બેના. પારાયે ચાલી, હાલમાં આવનાર આદિવાસી ગીત લાલ ગેંદા ફૂલ જેવા ગીતો બનાવી લોક ચાહના મેળવી રહ્યા છે.