
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
શિક્ષક રોજ નવું નવું શીખતો ન રહે તો ફેંકાઈ જશે…
‘સાહિત્ય સેતુ’-વ્યારા દ્વારા”સર્જનાત્મકતા માટે કૌશલ્ય વર્ધન શિબિર “યોજાઈ.
વ્યારા-તાપી: દક્ષિણાપથ વિદ્યાલય વ્યારા ખાતે તા.29/5/2022 ના રોજ વેકેશનના સમયમાં પણ એક દિવસીય સર્જનાત્મક શિબિર નું આયોજન થયું હતું. પ્રદીપ ચૌધરીની પ્રાર્થના ગાયકીથી કાર્યક્રમની શરૂઆત થઈ હતી.નાવીન્ય સભર આ કાર્યક્રમમાં ડાંગ, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, રાજપીપળા,તાપી જિલ્લાઓ અને દમણના જુદા જુદા સ્થળેથી ૪૭ શિબિરાર્થીઓ ઊપસ્થિત રહ્યા હતા. સાહિત્ય સેતુ’-વ્યારા દ્વારા”સર્જનાત્મકતા માટે કૌશલ્ય વર્ધન શિબિર “યોજાઈ ના અધ્યાપકો તથા સેવા નિવૃત્ત અધ્યાપક-શિક્ષકોએ પણ સાહિત્ય અને શિક્ષણના વિવિધ વિષયોને સમજવા, પ્રાથમિક શિક્ષકો, માધ્યમિક શિક્ષકો, કોલેજના અધ્યાપકો શીખવાનો ઉત્સાહ બતાવ્યો હતો. એવું સાહિત્ય સેતુના મંત્રી.પ્રો.ગીતા મકવાણાએ જણાવ્યું હતું.
કૌશલ્ય વર્ધન શિબિરમાં ‘વાર્તા લેખન અને વાર્તા કથન કૌશલ્ય ઉપર પ્રસિદ્ધ વાર્તાકાર-નવલકથાકાર અને કટારલેખક રાઘવજી માધડે વાર્તાનું સ્વરૂપ સમજાવી લેખન કાર્ય માટે વાતાવરણ, પાત્રચિત્રણ, ઘટના, સંવાદ, અને ચોટદાર અંતની ઉદાહરણ સહિત સમજ આપીને..’છૂપું રાખીને કહી દેવાની કળા તે વાર્તા એમ જણાવ્યું હતું. ‘ભાષા અને બોલી વચ્ચેનો તફાવત અને પરસ્પર પૂરક. વિશે રોશન ચૌધરીએ વાત કરી હતી.
‘નાટક લેખન કૌશલ્ય અને અભિનય ‘વિષે મહેશ ઢીંમરે સમજ આપી હતી. એજ રીતે શાળામાં ગીત-ગઝલનું સર્જન માટે છંદ-લયની પ્રાથમિક સમજ સાથે શાળામાં તનાવ મુક્ત અને આનંદ દાયક ભાવાવરણની વાતો નૈષધ મકવાણાએ કરી હતી.
શિક્ષક રોજ રોજ નવું કંઈક શીખતો રહે તો જ આવનારા સમયમાં એ ટકી રહેશે
નહીંતર એ ફેંકાઈ જશે. એટલે સર્જનાત્મક શિબિરમાં વેકેશન દરમિયાન પણ સ્વખર્ચે હાજરી આપીને, વૈવિધ્ય સભર વિષયોની છણાવટ કરીને કાર્યક્રમને સાર્થક અને સફળ બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ ખૂબ ઈનોવેટિવ રહ્યો. વ્યારા મુકામે આવો ચિંતનાત્મક કાર્યક્રમ પહેલીવાર યોજાયો. એટલું જ નહીં ગુજરાતમાં પણ અન્ય કોઈ જગ્યાએ આવો શિક્ષણ અને સાહિત્યનો શિબિર, શિક્ષકોએ સ્વખર્ચે કર્યો હોય એવું બન્યું નથી.
ભોજન અને અન્ય વ્યવસ્થાપન માટે સર્વશ્રી આશિષ શાહ, ચેતન ચૌધરી, ચંદ્રસિંહ ચૌધરી, ઉમેશ તામસે, સુજીત ચૌધરી, સુદેવ કોંકણી વગેરેએ જહેમત ઊઠાવી હતી.
આખરમાં કાર્યક્રમના અંતે ‘સાહિત્ય સેતુના પ્રમુખ નૈષધ મકવાણાએ ભવિષ્યમાં આનાથી સારા કાર્યક્રમો યોજવા અંગેની જાણકારી આપી હતી અને સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન આશા ગામીતે સંભાળ્યું હતું.