શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપી જીલ્લામાં લેવાયેલ સ્થાનિક સ્વરાજની ચુંટણી તાલુકા પંચાયતના પરિણામો જાહેર કરવામાં આવ્યા. કોંગ્રેસે 2 અને ભાજપે 5 તાલુકા કર્યા કબજે:
વ્યારા: તાપી જિલ્લામાં યોજાયેલ સ્થાનિક સ્વરાજની ચુંટણીના પરિણામો મંગળવારે જાહેર થયા હતા. મતગણતરીની પ્રક્રિયા સવારે 9 વાગ્યાથી શરૂ થઈ હતી. જેમાં તાલુકા પંચાયત ચુંટણીના પરિણામો જાહેર થતા તાપી જિલ્લાના કુલ 7 તાલુકાઓ પૈકી 5 તાલુકાઓ વાલોડ, ઉચ્છલ, નિઝર, કુકરમુંડા અને ડોલવણની બેઠકોમાં સૌથી વધુ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ વિજય મેળવ્યો હતો. જ્યારે 2 તાલુકા વ્યારા અને સોનગઢ પંચાયતમાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોએ વિજય મેળવ્યો છે. તાલુકા પંચાયતની ચુંટણી તરફ નજર કરીએ તો કુલ 75.02 ટકા મતદાન નોંધાયુ હતું. તાલુકા પંચાયતની કુલ 124 બેઠકો પર થયેલા મતદાનના પરિણામો જાહેર થતા કોંગ્રેસને સૌથી વધુ 64 અને ભારતીય જનતા પાર્ટીએ 59 બેઠકો કબ્જે કરી હતી.