
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, વ્યારા કીર્તનકુમાર
તાપી જિલ્લા જન સંપર્ક કાર્યાલયનો શૂભારંભ કાર્યકર્મ ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયાનાં હસ્તે યોજાયો હતો.
તાપી જીલ્લાનાં વડા મથક વ્યારા ખાતે આજરોજ માન, ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયાનાં હસ્તે કાનપુરા, નવી વસાહત ખાતે તાપી જિલ્લા જન સંપર્ક કાર્યાલયનું ઉદધાટન કરવામાં આવ્યું હતું. જેમાં મહુવાનાં ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયાનાં એડવાઈઝર અજયસિંહ રાજપૂત નાઓ દ્વારા ભારત સરકારની અને રાજય સરકાર શ્રીની વિવિધ યોજનાઓ અંગે નિઃશુલ્ક માર્ગદર્શન– સલાહ સૂચન તેમજ યોજનાની કામગીરી કરવામાં આવશે, ગરીબ-જરૂરિયાતમંદ- નિસહાય લોકોને વિનામૂલ્ય કાયદાકિય સલાહ આપરો તેમજ મદદરૂપ થશે. કાર્યક્રમમાં બુહારીનાં શ્રી સત્યજીત દેસાઈ, રામદાસજી મહારાજ, સામાજિક અગ્રણી રામભાઈ સિંધી, રવિભાઈ, વિજયભાઈ હેવમોર, દિપકભાઈ અગ્રવાલ, કેતનભાઈ શાહ વિગેરે ઉપસ્થિત રહયા હતા.
માન. ધારાસભ્ય મહુવા મત વિસ્તારનાં મોહનભાઈ ઢોડિયા વ્યારા ખાતે નાં જીલ્લા જન સંપર્ક કેન્દ્રમાં હાજર રહી પ્રજાનાં પ્રશ્નોનો ઉકેલ લાવશે. તેમજ સરકારશ્રીની યોજના જેવીકે વિધવા પેન્શન, વિકલાંગ પેન્શન, માં અમૃતમ યોજના, આવક – જાતીના દાખલા, વૃદ્ધ પેન્શન યોજના વિગેરે અંગે માર્ગદર્શન શિલાઇ મશીન તેમજ અન્ય યોજનાની કામગીરી તેમજ ગરીબ -જરૂરીયાતમંદ તેમજ નિઃસહાય લોકોને ધારાસભ્ય શ્રી મોહનભાઇનાં એડવાઈઝર અજયસિંહ રાજપૂત દ્વારા વિનામૂલ્ય કાયદાકીય માર્ગદર્શન તેમજ અન્ય મદદ લોકને વિનામુલ્યે મળી રહશે.