
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપી જિલ્લામાં RT-PCR ટેસ્ટ બાદ રિપોર્ટ ઝડતી મળવાની કાર્યવાહી કરવા બાબતે આજરોજ આદિવાસી યુવા ખેડૂત સંગઠન દ્વારા રાજયનાં મુખ્યમંત્રીને અવગત કરવામાં આવ્યા.
હાલ તાપી જિલ્લામાં કોરોના કેસો ની સંખ્યા શહેરો તથા ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ જ ઝડપી વધી રહેલ છે, કોરોના કેસોના સતત વધારાને કારણે ગુજરાત હાઇકોર્ટના સુચનો મુજબ તાપી જિલ્લાના લોકોને કોરોના RT-PCR ટેસ્ટ રિપોર્ટ ઝડપી આવે તેવું આયોજન કરવા આપ સાહેબને નમ્ર વિનંતી છે તમામ તાલુકાએ આવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી ખાસ જરૂરિયાત ઉભી થઈ છે હાઇકોર્ટે ના સુચન મુજબ જેવી રીતે બુથ મેનેજમેન્ટ પ્લાન બનાવવામાં આવી ઇલેકશન સુચારૂ આયોજન થાય છે તેમ તાપી જિલ્લાના તમામ ગામો કોવિડ અંગે લોકો ને તરત જ સેવા મળે તે માટે કોવિડ સેવા બુથ મેનેજમેન્ટ તૈયાર કરી કામગીરીની યાદી બનાવવામાં આવે અને લોકો સીધો તેઓનો સંપર્ક કરી આરોગ્યલક્ષી સેવા મેળવી શકે તેવું સુધારો તુરંત આયોજન કરવા વિનંતી છે તથા હાલ કોવિડ ના RT- PCR ટેસ્ટ રિપોર્ટ ખૂબ જ ઝડપી મળે તેવું આયોજન કરવું પ્રાથમિક અગત્યતા છે RT-PCR ટેસ્ટ રિપોર્ટ મોડા આવવાથી લોકો સંક્રમિત હોય તો પણ બહાર લોકોના સંપર્કમાં આવતા હોય જેથી તાલુકા દિઠ મોટા આય્શોલેશન વોર્ડ ઉભા કરવાનું આયોજન કરવા માટે અમારી માગણી છે દરેક ગામોમાં આરોગ્ય સેન્ટર પર RT-PCR ટેસ્ટ કરવાની સગવડો ઉભી કરી દરેક આરોગ્ય સેન્ટર પર થી જ રિપોર્ટ અને સારવાર મળી રહે એવું આયોજન કરવા વિનંતી આરોગ્યલક્ષી માર્ગદર્શિકા બહાર પાડી નિયમો બનાવવા જરૂરિયાત ઉભી થઈ છે જો સૌ ભેગા મળી યોગ્ય કાર્યવાહી કરવાનું આયોજન કરીશું ઝડપી આ પરિસ્થિતિનું નિરાકરણ આવશે જેથી આ અંગે દિશાનિર્દેશ કરી સુચારૂ આયોજન કરવા વિનંતી છે થયેલ કાર્યવાહી અંગે લેખિત/ મૌખિક અહેવાલ આપવા નમ્ર ભરી વિનંતી છે આદિવાસી વિસ્તારોમાં તુરંત આ સેવા પુરી પાડવાની જરૂરિયાત ઉભી થયેલ છે જેનું સરકારશ્રી ધ્યાન દોરવા માગણી કરવામાં આવી હતી.