બ્રેકીંગ ન્યુઝમારું ગામ મારાં ન્યુઝ

તાપી જિલ્લામાં કોરોનાના સંક્રમણને રોકી નાગરિકોને સુરક્ષિત કરવા વહીવટીતંત્ર દ્વારા માર્ગદર્શક સુચના જારી કરાઈ:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

તાપી જિલ્લામાં કોરોનાના સંક્રમણને રોકી નાગરિકોને સુરક્ષિત કરવા વહીવટીતંત્ર દ્વારા માર્ગદર્શક સુચના જારી કરાઈ: નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા કલેકટરશ્રી તાપીની અપીલ

સરકારી કચેરીઓમાં ખુબ જ અગત્યની કામગીરી હોય તો જ મુલાકાતીઓને પ્રવેશ:

વ્યારા: સમગ્ર દેશની સાથે સાથ ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ટેસ્ટિંગ અને ટ્રેકીંગની કામગીરીને વધુ અસરકારક બનાવવામાં આવી રહી છે. જે અન્વયે તાપી જિલ્લામાં પણ કોરોના સંક્રમણની પરિસ્થિતીને ધ્યાને લઈ કલેક્ટર આર.જે.હાલાણીના માર્ગદર્શન હેઠળ સમગ્ર તાપી કોવિડ-૧૯ સબંધિત કેટલીક માર્ગદર્શક સુચનાઓનું ચુસ્તપણે અમલ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. 

જે મુજબ તા.૭ થી ૩૦ એપ્રિલ સુધી રાજકિય, સામાજિક અને અન્ય કોઈપણ પ્રકારના મેળાવડા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.તા.૧૦ એપ્રિલથી લગ્ન સમારંભમાં બંધ કે ખુલ્લી જગ્યામાં ૧૦૦ થી વધુ વ્યક્તિઓ એકઠા થઈ શકશે નહીં.આ દરમિયાન કોવિડ-૧૯ સબંધિત અન્ય માર્ગદર્શક સુચાનાઓ યથાવત રહેશે. કોઈ પણ Gathering માં ૫૦ થી વધુ વ્યક્તિઓ એકત્ર થઈ શકશે નહીં. આ દરમિયાન અન્ય માર્ગદર્શક સુચાનાઓ યથાવત રહેશે. સરકારી કચેરીઓમાં ખુબજ અગત્યની કામગીરી હોય તોજ મુલાકાતીઓને પ્રવેશ આપવાનો રહેશે. 

જિલ્લામાં વધતા કોરોનાના કેસોની વધતી જતી સંખ્યાને ધ્યાને લઇને કલેક્ટર આર.જે.હાલાણીએ જિલ્લાના નાગરિકોને ખાસ અપીલ કરતા જણાવ્યું છે કે, સરકારી કચેરીઓમાં આવતા અરજદારોએ પોતાનું કામ મહત્વનું હોય તો જ સરકારી કચેરીઓની મુલાકાત લે, સામાન્ય કે ઓવા મહત્વના કામો માટે અરજદારો અને મુલાકાતીઓએ કામકાજના દિવસો દરમિયાન પણ સરકારી કચેરીઓની મુલાકાત ટાળવી અને ખૂબ જ જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળવું નાગરિકો બિનજરૂરી બહાર ન નીકળે તથા તમામ લોકો પોતાની પ્રવૃતિઓને નિયંત્રિત કરે તો જ આપણે કોરોનાના સંક્રમણને આગળ વધતું અટકાવી શકીશું. માસ્ક ફરજિયાતપણે પહેરવા અને તેનો કડક અમલ થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તકેદારીના ભાગ રૂપે સૂચનાઓ આપવામાં આવી છે.

                                                                                                                             

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है