મારું ગામ મારાં ન્યુઝ

તાપીમાં સ્વચ્છ ભારત મિશન હેઠળ ગામડાઓમાં સઘન સફાઈ અને કચરા વ્યવસ્થાપન: 

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

તાપીમાં સ્વચ્છ ભારત મિશન હેઠળ ગામડાઓમાં સઘન સફાઈ અને કચરા વ્યવસ્થાપન:

ગ્રામીણ ટુડે, તાપી : સમગ્ર તાપી જિલ્લામાં ગ્રામીણ જનતાના આરોગ્ય અને સુખાકારીને કેન્દ્રમાં રાખીને ‘સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ’ અંતર્ગત વાલોડ તાલુકાના દાદરીયા અને વાલોડ ગ્રામ પંચાયત, નિઝરનું જુની ભીલભવાલી, ઉચ્છલનું કટાસવણ, વ્યારાનું ખુશાલપુરા અને સોનગઢનું ધમોડી જેવા અનેક ગામોમાં વ્યાપક સફાઈ કરવામાં આવી હતી.

આ સઘન ઝુંબેશનો મુખ્ય આશય ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો અને જાહેર સ્થળોને સ્વચ્છ બનાવવાનો છે. આ અભિયાન અંતર્ગત તાપી જિલ્લાના વાલોડ તાલુકાના દાદરીયા ગ્રામ પંચાયત, વાલોડ ગ્રામ પંચાયત, નિઝર તાલુકાના જુની ભીલભવાલી, ઉચ્છલ તાલુકાના કટાસવણ, વ્યારાના ખુશાલપુરા, સોનગઢ તાલુકાના ધમોડી સહિતના વિવિધ ગામોમાં જાહેર રસ્તાઓ, સામુહિક શૌચાલયો અને ગ્રામ પંચાયતની ઇમારતોની સંપૂર્ણ સફાઈ કરવામાં આવી હતી.

આ ઉપરાંત, ધાર્મિક સ્થાનો અને અન્ય જાહેર સંકુલોમાં પણ સામૂહિક સફાઈ હાથ ધરીને સ્વચ્છતા જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સ્વચ્છ ભારત મિશનના જિલ્લા અને તાલુકા સ્તરના તમામ સ્ટાફ તેમજ ગ્રામજનોએ ખભેખભા મિલાવીને આ ઝુંબેશમાં મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है