બ્રેકીંગ ન્યુઝમારું ગામ મારાં ન્યુઝ

ડેડીયાપાડા 108 ના ઈમર્જન્સી મેડિકલ ટેક્નિશિયન દ્વારા એમ્બ્યુલન્સ માં સફળતા પૂર્વક નોર્મલ ડિલિવરી કરાવાઇ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

કોવિડ ની મહામારી વચ્ચે માતા બાળક ને 108 એમ્બ્યુલન્સમા કોઈ પણ જાત નુ ઇન્ફેકશન ના થાય તેવી તકેદારી રાખી 108 એમ્બ્યુલન્સ માં મહિલા ની સફળ ડિલિવરી 108 ના ઈ એમ ટી દ્વારા કરાઈ.

ડેડીયાપાડા તાલુકાના ગુલદાચામ ગામની સ્નેહાબેન ને પ્રસુતિ ની પીડા ઉપાડતા તેમણે 108 ઉપર કોલ કરતા ડેડીયાપાડા થી ઈએમટી તુષાર વસાવા અને પાયલોટ રસિક વસાવા સમય ને વેડફાયા વગર થોડીજ ક્ષણોમાં એમ્બ્યુલન્સ લય ગુલદાચામ ગામે પોહચી ગયા હતા, ત્યાં જઈ દર્દીને એમ્બ્યુલન્સમાં લઈ વાઈટલ ચેક કર્યા અને સ્ટ્રેચર પર લીધા બાદ એમ્બ્યુલન્સ એસ ડી એચ હોસ્પિટલ ડેડીયાપાડા ખાતે લઇ જવા રવાના થયાં, રસ્તા થોડે દૂર જતા સગર્ભાને પ્રસુતિની પીડા વધી જતા ઈએમટી તુષારભાઈ વસાવા એ એમ્બ્યુલન્સ રસ્તાની સાઈડમા ઉભી રાખવી અને તપાસ કરી, જેમાં પ્રસુતિનો સમય થય ગયો હોય તેમ લાગતું હતું જેથી ઈએમટી એ એમ્બ્યુલન્સ મા ડિલિવરી કરવાની પૂરતી તૈયારી કરી લીધી.

એમ્બ્યુલન્સમા આવતી ડિલિવરી કીટનો ઉપયોગ કરી ઈએમટી તુષારભાઈ વસાવા એ પોતાની આવડત અને સુજબુજ થી સફળતા પૂર્વક 108 એમ્બ્યુલન્સ મા ડિલિવરી કરાવી. જેમાં માતા અને બાળક ને એસ ડી એચ હોસ્પિટલ ડેડીયાપાડા ખાતે એડમિટ કરાયા હતા અને માતા બાળક બની સ્વસ્થ હોવાનું હોસ્પિટલ દ્વારા જણાવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है