
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, રામુભાઇ માહલા
વલસાડ જિલ્લાની મહિલા અભયમ-181 ટીમની મદદ થી ઉદવાડાની વૃદ્ધ મહિલાનું પરિવાર સાથે સુખદ મિલન.
સંકટ સમયની સહેલી મહિલા અભ્યમ 181 ની ટીમ દ્વારા મહિલાઓને મદદ કરવામાં આવી રહી છે. પીડિત મહિલાઓ માટે અભયમ 181 ની ટીમ 24×7 કલાક મહિલાઓની સુરક્ષા માટે કટિબંધ છે. ત્યારે વલસાડ જિલ્લાની મહિલા અભયમ 181ની ટીમ ઉદવાડા શહેરી વિસ્તારની વૃદ્ધ મહિલાનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું છે. છેલ્લા ચાર દિવસ થી આમ તેમ રઝળતાં અને હેરાન થતાં માજી નેખરા સમયે મહિલા અભયમ 181 ની ટીમે મદદ કરી હતી.
પારડી શહેરમાં છેલ્લા ચાર દિવસથી એક વૃદ્ધ માજી આશરે 85 વર્ષ નાં આમ તેમ રઝળતાં હતાં જેની જાણ થતા વલસાડ જિલ્લાની મહિલા અભ્યમ 181 ટીમ ઘટનસ્થળે પહોંચી પૂછ-પરછ કરતાં જાણવા મળ્યું હતું કે તેઓ બીમાર હોવાથી ઘરનાં સભ્યોનો જાણ કર્યા વગર તેઓ એકલા જ હોસ્પિટલ જવા માટે ઘરે થી નીકળી ગયેલ હતાં. એને તેમને ઘરે રહેવાનું પસંદ ન હોવાથી તેઓ ઘરે જતા ન હતાં. એને તેઓ જે પણ લોકો જમવાનું આપે તે જમીને ત્યાંજ રહેતા હતા.જેથી 181 ની ટીમ આ વૃદ્ધ માજીને સાથે રાખી હાલમાં કવિડ 19 ની મહામારી હોવાથી આમ બહાર રહેવું યોગ્ય નથી. તેમ સમજાવી એને પોતાના ઘરે રહેવા જણાવેલ એને તેમના ઘરે પહોંચી તેમના પરિવારને સમજાવી મહિલાને સાથે રાખવા માટે કહ્યું હતું. અને તેમના પરિવારને કાયદાકીય માહિતી આપવાની સાથે વૃદ્ધ મહિલા ઘરની બહાર ન નીકળી જાય તેનું ખાસ ધ્યાન રાખવા તાકીદ કરી હતી. વૃદ્ધ માનું તેમના સુખદ મિલન કરાવતાં તેમના પરિવારે 181 ટીમનો આભાર માન્યો હતો. અને મુશ્કેલીના ખરા સમયે મહિલા અભયમ 181 ની ટીમે મદદ પહોંચાડી સહાયનિય કામગીરી કરી હતી.



