શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
- આરોગ્ય લક્ષી અધ્યતન સુવિધાઓ હવે ડેડીયાપાડા ના ઘર આંગણે;
દેડીયાપાડા નાં અંતરિયાળ અને આદિવાસી ગરીબ લોકોને ઘર આંગણે જ ખુબજ સારી આરોગ્ય ની સેવા પ્રાપ્ત થાય તે માટે ડૉ.જયંતિ વસાવા દ્વારા નવું સાહસ કરી અને માતા -પિતાના આશીર્વાદ સાથે “ઝીલ હોસ્પિટલ” નો શુભારંભ કરવામાં આવ્યો છે.
અંતરિયાળ વિસ્તારો માંથી એવા દેડીયાપાડા તાલુકાના દર્દીઓને હોસ્પિટલ માં સારવાર માટે અંકલેશ્વર, ભરૂચ, વડોદરા, સુરત કે અમદાવાદ સુધી ન જવું પડે તેમજ રાહત દરે ઘર આંગણે સારી મેડિકલ ની સારવાર મળી રહે તે માટે દેડીયાપાડા તાલુકાનાં મંડાળા ગામના વતની અને ભરૂચ ખાતે “ઝીલ સર્જીકલ હોસ્પિટલ” ધરાવતા ડૉ.જયંતિ વસાવા દ્વારા દેડીયાપાડા નાં પારસી ટેકરા વિસ્તારમાં આવેલ ધનુબા શોપિંગ સેન્ટર ખાતે “ઝીલ હોસ્પિટલ” નો શુભારંભ કરવામાં આવ્યો છે. તેમજ ડૉ.જયંતિ વસાવા દ્વારા જણાવવામાં આવ્યું કે આ હોસ્પિટલ 24 કલાક ખુલ્લી રહશે, તેમજ અદ્યતન સુવિધા સહિત ઓપરેશન થિયેટર, લેબોરેટરી, એક્ષરે સહિત ની અનેક સુવિધી ઉપલબ્ધ કરવામાં આવી છે. અને અહી બે ડોકટરો દ્વારા સારવાર આપવામાં આવશે, તેમજ દર રવિવારે ડૉ.જયંતિ વસાવા પોતે હાજર રહેશે તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે ડૉ.જયંતિ વસાવા, ડૉ.ઝીલ.જે.વસાવા, તેમજ ગામના આગેવાનો તેમજ હોસ્પિટલ નો સ્ટાફ હાજર રહ્યો હતો.