
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા
આહવા ખાતે અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે યોજાયો બેંક ઓફ બરોડાનો ૧૧૫મો સ્થાપના દિવસ ;
આહવા : ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે અનેકવિધ પ્રવૃત્તિઓના સથવારે ઇન્ડિયાની પહેલી આંતરરાષ્ટ્રીય બેંક એવી બેંક ઓફ બરોડાનો ૧૧૫મો સ્થાપના દિવસ યોજાઈ ગયો.
તા.૨૦મી જુલાઈ ૧૯૦૮ના રોજથી દેશમા કાર્યરત બેંક ઓફ બરોડાની આહવા શાખા દ્વારા સવારે સ્વચ્છતા અભિયાન સાથે, સીનીયર સીટીઝન અને બેંકના ગ્રાહકોની ઉપસ્થિતિમા કેક કાપીને બેંકનો સ્થાપના દિવસ ઉજવાયો હતો. આ ઉપરાંત બેંકની સામાજિક સેવાના ભાગરૂપે બ્રાંચ ખાતે આરોગ્ય વિભાગના સહયોગથી આરોગ્ય કેમ્પ પણ આયોજિત કરાયો હતો. જેનો ૫૭ જેટલા જરૂરીયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો. આરોગ્ય કેમ્પ સાથે નવ જેટલા ગ્રાહકોને કોવીડ-૧૯ ની રસીનો ડોઝ પણ આપવામા આવ્યો હતો, તેમ લીડ બેંક મેનેજર શ્રી સજલ મેડાએ જણાવ્યુ હતુ.
આ ઉજવણીમા લીડ બેંક ની સાથે, બેંક ઓફ બરોડાના બ્રાંચ મેનેજર શ્રી પ્રિયરંજન ભોલા અને તેમની ટીમ, સહીત આર.સેટી ડાયરેક્ટર શ્રી રાજેશ પાઠક અને તેમની ટીમ પણ કાર્યક્રમમા સહભાગી થયા હતા, તેમ જણાવતા શ્રી મેડાએ ૧૧૪ વર્ષની બેન્કની સફર અને સફળતામા સહયોગી થનારા ગ્રાહકો સહીત સૌનો આભાર વ્યક્ત કરી, આગામી દિવસોમા પણ બેન્કીંગ ક્ષેત્રની સેવાઓ વધુ ગુણવત્તાયુક્ત અને પારદર્શક થઇ રહી છે, તેનો જરૂરીયાતમંદોને લાભ લેવા અપીલ કરી છે.