
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
ડેડીયાપાડા તાલુકા ના વાંદરી ગામ સહિત અન્ય ગામો માં બસ સેવા ચાલુ કરવા માટે રાજપીપલા એસ ટી ડેપો મેનેજર ને લેખિત માં રજુઆત કરવામાં આવી હતી. ડેડીયાપાડાના પૂર્વ વિસ્તારમાં આવતા કણજી, વાંદરી, માથાસર, ડુમખલ વગેરે ગામો માં અંદાજીત સાત હજાર જેટલી વસ્તી છે. આ વિસ્તારમાં સ્થાનિક ખેડૂતો, સ્કૂલ કોલેજ માં ભણતાં વિદ્યાર્થીઓ, સ્થાનીક વેપારીઓ, મજૂર વર્ગ વગેરે પોતાની રોજિંદા વ્યવહાર માટે ડેડીયાપાડા ખાતે આવેલા બજારમાં આવતા હોય છે. ત્યારે આ વિસ્તારથી પચાસ કિલોમીટર ડેડીયાપાડા અવર જવર માટે અન્ય પરિવહન ના સ્ત્રોત ખુબજ ઓછા હોય બસ ની સુવિધા ચાલુ કરવા રજૂઆત કરવામાં આવી હતી. ડુમખલ ગ્રામ પંચાયત અને નેચરલ વિલેજ ગ્રુપ દ્વારા રાજપીપલા એસ ટી ડેપો મેનેજર ને લેખિત રજૂઆત કરી બસ ની સુવિધા ચાલુ કરવા રજુઆત કરવામાં આવી હતી.