મારું ગામ મારાં ન્યુઝ

ડેડીયાપાડા તાલુકાના રિંગાપાદર ગામમાં મતદાન મથક ફાળવવા અંગે મામલતદારને આવેદનપત્ર:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકા ના રિંગાપાદર ગામમાં મતદાન મથક ફાળવવા અંગે મામલતદાર શ્રી, ડેડિયાપાડાને આવેદનપત્ર આપવામાં આવ્યું .

મળતી માહિતી મુજબ ડેડીયાપાડા તાલુકા નું રિંગાપાદર ગામ જે આઝાદી ના ૭૪ વર્ષ પછી પણ વિકાસ થી વંચિત છે, સરકારનાં વિકાસના દાવા આ ગામમાં થયા પોકળ સાબીત?   આ ગામમાં   રોડ – રસ્તા તેમજ વીજળી ને લઈ ને હાલ પણ મોટી સમસ્યા ઓ છે જેમાં એક મોટી સમસ્યા ગામ માં મતદાન મથક ને લઇ ને પણ છે,  

રીગાપાદર ગામના મતદારોએ સાત કિલોમીટર દુર આવેલા ચોપડી ગામે મતદાન બુથ મથકે મતદાન કરવા જવુ પડે છે ગામમા મતદાન બુથ મથક ન હોવાથી ગ્રામજનોએ ગામમાં બુથ મથક ફાળવવા મુખ્યમંત્રી, રાજ્યપાલ,રાજય ચૂંટણી પંચને સંબોધીને આવેદનપત્ર આપી માગ કરી

નમૅદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ઉડાણના અંતરિયાળ વિસ્તારમાં આવેલા રીગાપાદર ગામમાં આઝાદી કાળથી મતદાન બુથ મથક ન હોવાથી ગ્રામજનોએ સાત કિલોમીટર દૂર આવેલા ચોપડી ગામે મતદાન બુથ મથકે મતદાન કરવા જવું પડે છે જેથી ગામમાં મતદાન બુથ મથક ફાળવણી કરવા અંગે મુખ્ય મંત્રી, રાજયપાલ,રાજ્ય ચૂંટણી પંચને સંબોધીને મામલતદાર ડેડીયાપાડાને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, આ આવેદનપત્ર ગામના આગેવાન જયસિંગભાઈ વસાવા અને વિરસીગભાઈ વસાવાની નેતૃત્વ આગેવાની હેઠળ ગ્રામજનોએ આવેદનપત્ર આપ્યું હતું

ગ્રામજનોએ આપેલ આવેદનપત્રમાં રજુઆતમાં જણાવ્યા મુજબ રીંગાપાદર ગામમાં આઝાદી કાળથી આજદિન સુધી મતદાન ( બુથ ) મથકની ફાળવણી કરીને મતદાન બુથ મથક આપવામાં આવેલ નથી ગામમાં મતદાન બુથ મથક ન હોવાના કારણે અમો ગ્રામજનોએ અન્ય ચોપડી ગામની પ્રાથમિક શાળા ખાતેના મતદાન બુથ મથકે મતદાન કરવાની ફરજ પડી રહી છે અમારા ગામની સને ૨૦૧૧ ના વર્ષ મુજબ અંદાજીત ૨૬૩ જેટલી વસ્તી છે અમો મતદાર ગ્રામજનોના ગામમાં એક આગણવાડી અને ધોરણ -૧ થી ૫ સુધીની પ્રાથમિક શાળા આવેલી છે ડેડીયાપાડા તાલુકામાં સમાવિષ્ટ વિસ્તારોમાં જયારે જયારે લોકસભા વિધાનસભા જિલ્લા તાલુકા પંચાયત , ગ્રામ પંચાયતની ચુંટણીઓ યોજવામાં આવે છે ત્યારે તે દરમિયાન અમો મતદાર ગ્રામજનોએ રીણાપાદર ગામથી ૫ કિલોમીટર દુરની અંતરમાં આવેલા ચોપડી ગામની પ્રાથમિક શાળાના મતદાન બુથ મથક પર ” મતદાન કરવા જવા માટેની ફરજ પડે છે રીગાપાદર ગામથી ચોપડી ગામને જોડતો કાચો રસ્તો આવેલો છે . આ માર્ગ પરનાં રસ્તા વચ્ચે મોટી ખાડી , કોતરો આવેલા છે જે કોતરો ખાડીઓમા જંગલોમાંથી પુરજોશમાં પાણીના ધસમસતા પ્રવાહથી છલોછલ વહે છે જેથી રીગાપાદર ગામનો ચોપડી ગામ સાથેનો સંપર્ક ટુટી જાય છે . આમ આ બન્ને ગામના મતદાર ગ્રામજનોઓ એકબીજા ગામથી સંપર્ક વિહોણા થઈ જાય છે જેથી રીંગાપાદર ગામના વયોવૃદ્ધ મતદારો માદગીમા કે અશકતાના કારણે પોતાના મતાધિકારના મુળભુત અધિકારનો ઉપયોગ કરવાનું ટારી રહ્યા છે આમ લોકશાહી દેશમાં ભારતના બંધારણના મુળભુત મતાધિકારના અધિકારથી વંચિત રહે છે વયોવૃદ્ધ મતદારો ગામથી ૭ કિલોમીટરની દુરની અંતરે આવેલા ચોપડી ગામના પ્રાથમિક શાળા ખાતેના મતદાન બુથ મથકે મતદાન કરવા માટે જઈ શકતા નથી અમારા રીંગાપાદર ગામમાં મતદાન બુથ મથક ફાળવવામાં ન આવ્યું હોવાથી અમો મતદાર ગ્રામજનોને સમયની વ્યર્થતા સાથે આર્થિક રીતે નુકશાનીનો સામનો રહેવો પડી રહ્યો છે . અમો મતદાર ગ્રામજનોને રીંગાપાદર ગામેથી ચોપડી ગામે મતદાન કરવા જવા માટે ભારે અગવડતા તકલીફોની મુશ્કેલીઓ પડી રહી છે અમોના ગામેથી તાલુકાને જોડતો મુખ્ય રસ્તો રીંગાપાદર ગામથી ગીચડ ગામ સાથે જોડાયેલો મુખ્ય રસ્તો ગામનો આવેલો છે આમ અમો મતદાર ગ્રામજનોની રજુઆત માગણી મુજબ રીગાપાદર ગામની પ્રાથમિક શાળામાં મતદાન બુથમથક મંજુર કરી ફાળવણી આગામી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચુંટણીને ધ્યાને લઈ ગામમાં મતદાન બુથ મથક ફાળવણી કરવામાં આવે જો અમારા ગામમાં મતદાન બુથ મથક ફાળવણી કરવામાં નહીં આવે તો આગામી ચુંટણીનો બહિષ્કાર કરવાની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારીમાં આવી છે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है