શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ડેડીયાપાડાના પાટવલી ગામે ભીષણ આગ લાગી, 18 કાચા મકાનો બળીને ખાખ, આગમાં 5 બકરીઓ પણ દાઝી:
જો નજીકમાં ફાયર સ્ટેશનની સુવિધા ઉપલબ્ધ કરાઈ હોય તો મોટી હોનારત બચાવી શકાય હોત….
નેતાઓ, તંત્ર અને જવાબદાર વિભાગ ક્યાં શુધી ફાયર સ્ટેશન ની સગવડતા ઉપલબ્ધ બાબતે ચૂપ રહશે.?
ડેડીયાપાડા તાલુકાના પાટવલી ગામે ભીષણ આગ લાગી હતી. આદિવાસીઓના કાચા મકાનમાં લાગેલી આગે જોત જોતામાં 18 જેટલા ઘરોને ચપેટમાં લઈ લેતા દોડધામ મચી ગઈ હતી. આગમાં 18 કાચા મકાનો બળીને ખાખ થયા હતા. તેમજ 5 બકરીઓ પણ દાઝી ગઈ હતી. આ ઉપરાંત એક બાઈક પર સળગી ઉઠી હતી.
ડેડીયાપાડા તાલુકાના પાટવલી ગામે ગુમાની ફળિયામાં આદિવાસી પરિવારોના કાચા મકાનમાં લગભગ બપોરે 1 કલાકે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. એક બાદ એક મકાનોને આગે ચપેટમાં લેતા ઘાસ, લાકડા, વાંસ, ધાન્ય અને સરસમાનને લઈ આગ જલ્દીથી ફેલાતા વિકરાળ બની હતી. ડેડીયાપાડામાં ફાયર ફાઈટરની સુવિધા ન હોય મદદ માટેનો કોલ રાજપીપળા પાલિકાને કરાયો હતો. પાલિકાના ફાયર ફાઈટરો પોહચે તે પેહલા 18 જેટલા મકાનો આગમાં બળીને ખાખ થઈ ગયા હતા. તેમજ આગમાં 5 બકરીઓ પણ ચપેટમાં આવી જતા ગંભીર રીતે દાઝી ગઈ હતી. જ્યારે એક બાઇક પણ સળગી ઉઠી હતી. આગથી 18 પરિવારોના ઘર સાથે જ ધન, ધાન્ય, સોના ચાંદી નાં ઘરેણાં, પશુધન અને ઘરવખરી, વાહનો પણ ભસ્મીભૂત થઈ જતા સામી હોળી એ જ પરિવારોને બેઘર બનવાનો વારો આવ્યો છે.
ઘટનાની જાણ દેડિયાપાડાના તાલુકા વિકાસ અધિકારી તેમજ તાલુકા પંચાયત પ્રમુખ તેમજ પ્રાંત અધિકારી સહિત ની ટીમ ને થતાં ઘટના સ્થળે જઈને તાત્કાલિક ગ્રામજનો સાથે મળી ને આગ હોળવવાનો પ્રયત્ન કરેલ હતો, પણ પાણીની સગવડ ન હોવાને કારણે તમામ પરિવારો નાં તમામ 18 ઘરો બળીને ભસ્મીભૂત થઇ ગયા હતા.
પાટવલી ગામના મકાનો બળી ગયા તેમની યાદી.
1. વસાવા માનસિંગભાઈ રામાભાઇ 2.વસાવા સોમાભાઈ રામાભાઇ 3.વસાવા વિનેશભાઈ સોમાભાઈ 4.વસાવા રામાભાઈ છગદાભાઈ 5.વસાવા સુરેશભાઈ સોમાભાઈ 6.વસાવા સામસીંગભાઈ ગીનીયાભાઈ 7.વસાવા દેડકાભાઈ છગદાભાઈ 8.વસાવા ચુનીલાલ દેડકાભાઈ 9.વસાવા ભરતભાઇ નરસિંહભાઈ 10.વસાવા ઉતરીબેન નારસિંહભાઈ 11.વસાવા હરિસિંહભાઈ દેડકાભાઈ 12. વસાવા વીરસીંગભાઇ દેડકાભાઈ 13.વસાવા કમલેશભાઇ નારસિંગભાઈ 14.વસાવા રાજેશભાઈ નારસિંગભાઈ