
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
જીલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેડીયાપાડા તાલુકામાં સૌથી વધુ-૫૩ મિ.મિ. અને ગરૂડેશ્વર તાલુકામાં સૌથી ઓછો-૧૦ મિ.મિ. વરસાદ નોંધાયો… મોસમના કુલ વરસાદમાં દેડીયાપાડા તાલુકો ૧૪૩૦ મિ.મિ, વરસાદ સાથે જિલ્લામાં મોખરે…
જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ ૮૬૮ મિ.મિ વરસાદ નોંધાયો…
રાજપીપળા: નર્મદા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેડીયાપાડા તાલુકામાં સૌથી વધુ-૫૩ મિ.મિ. અને ગરૂડેશ્વર તાલુકામાં સૌથી ઓછો-૧૦ મિ.મિ વરસાદ નોંધાયો છે. આ સિવાય જિલ્લાના સાગબારા તાલુકામાં-૫૨ મિ.મિ., તિલકવાડા તાલુકામાં-૨૬ મિ.મિ, નાંદોદ તાલુકામાં-૧૮ મિ.મિ. વરસાદ નોંધાયાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે. જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ ૮૬૮ મિ.મિ વરસાદ નોંધાયો છે.
જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૧૪૩૦ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે સાગબારા તાલુકો- ૯૬૭ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, તિલકવાડા તાલુકો- ૬૯૦ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, નાંદોદ તાલુકો- ૬૮૧ મિ.મિ. સાથે ચોથા ક્રમે અને ગરૂડેશ્વર તાલુકો-૫૭૦ મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે.
જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ-૧૨૪.૩૧ મીટર, કરજણ ડેમ-૧૦૯.૭૬ મીટર, નાના કાકડીંઆંબા ડેમ- ૧૮૭.૩૫ મીટર અને ચોપડવાવ ડેમ- ૧૮૭.૪૫ મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેનું ગેજ લેવલ-૧૪.૨૭ મીટર હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી અહેવાલ પ્રાપ્ત થયાં છે.