
શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તન ગામીત
તાપી જિલ્લાના સોનગઢ ખાતે 1107 ફીટ લાંબી ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રા યોજાઇ:
જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધીક્ષક સહિત હજારો નાગરિકો સહભાગી થતા સામાન્ય યાત્રા મહાયાત્રામા પરિણમી:
વ્યારા-તાપી: સમગ્ર દેશમાં ગત રોજથી શરૂ થયેલા “હર ઘર તિરંગા” અભિયાન આજે તાપી જિલ્લામાં મહાઅભિયાન બન્યું છે. સોનગઢ તાલુકા ખાતે 1107 ફીટ લાંબી ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રા યોજાઇ હતી. આ યાત્રામાં જિલ્લા કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણિયા અને જિલ્લા પોલીસ અધીક્ષકશ્રી રાહુલ પટેલ, પદ્મશ્રી રમીલાબેન ગામીત, સોનગઢ મામલતદારશ્રી સહિત હજારો નાગરિકો, શાળાના બાળકો વિવિધ વેશભુષા સાથે યાત્રામાં સામેલ થતા સામાન્ય યાત્રા મહાયાત્રામાં પરિણમી હતી.
આ યાત્રા દરમિયાન વરસાદી વાતાવરણમાં મંદમંદ વરસાદ સાથે સોનગઢનો કિલ્લો અને હજારો સંખ્યામાં નાગરિકો સહિત 1107 ફીટ લાંબી તિરંગા યાત્રા આ ત્રણે ખાસ બાબતોને નાગરિકોએ પોતાના માનસપટ ઉપર તો ક્યાંક તસ્વીરોમા બખુબી કેદ કરવામાં આવી છે.