શ્રોત: ગ્રામીણ ટુડે આહવા, સુશીલ પવાર.
ડાંગ જિલ્લાના માજી ધારાસભ્ય અને તેમના સામાજિક મિત્રો સાથે જિલ્લાના અંતરીયાળ વિસ્તારમાં આવેલ જરૂરીયાતમંદ લોકોને અનાજની કીટ વિતરણ કરવામાં આવી હતી. લોક ડાઉનનાં કારણે ગામેગામ સતત જરૂરીયાત મંદ લોકોને અનાજ કીટ વિતરણ સાથે માસ્ક વિતરણ કરી રહ્યા છે.
માજી ધારાસભ્ય મંગળભાઇ ગાવિત, ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ લોક સેવાના કામમાં જોડાઇ ગયા છે. માર્ચ મહિનામાં લોક ડાઉન જાહેર થયા બાદ લાખોની સંખ્યામાં ડાંગના લોકોની રોજગારી બંધ થઇ ગઇ હતી.
ડાંગના મોટાભાગના લોકો મજુરી કામ અર્થે જિલ્લા બહાર તથા અન્ય રાજ્યોમાં સ્થળાંતર કરે છે. લોક ડાઉનનાં કારણે આ દરેક લોકોને ધરે બેસી રહેવાનો વારો આવ્યો હતો. લોકોની મજુરી બંધ થઇ જતા આર્થીક પરિસ્થિતિ ભોગવી રહેલા લોકો માટે સરકાર સહીત, અન્ય સેવાભાવી સંસ્થાઓ આ લોકોની વહારે આવી હતી. જરૂરીયાતમંદ લોકોને અનાજ પહોંચાડવામાં આવ્યુ હતું. ત્યારે
માર્ચ મહિનામાં કોરોના વાઇરસની મહામારીના કારણે લોક ડાઉન જાહેર થયા બાદ માજી ધારાસભ્ય સતત આજ દીન સુધી લોકોની સેવામાં જોતરાયા છે. તેઓ અંતરીયાળ વિસ્તારમાં આવેલ લોકોને જરૂરી અનાજ કીટો પહોંચાડી રહ્યા છે. સાથે જ કોરોના વાઇરસથી બચવા માસ્કનું વિતરણ કરી રહ્યા છે. આહવા તાલુકામાં સમાવિષ્ટ મોટી દબાસ, નાનીદબાસ ગામમાં અનાજકીટ વિતરણ કરી હતી પહેલાં સુબીર અને વધઇ તાલુકાના ગામડાઓને સાંકળી લીધા હતા. અનાજકીટ વિતરણમાં ચોખા, દાળ, મસાલા, તેલ ધંઉનો લોટ વગેરે ચિજ વસ્તુઓનું વિતરણ કર્યું હતું. મંગળભાઇની સાથે હીરાભાઇ રાઉત, સુનીલભાઇ તથા યુવા આગેવાન સંતોષભાઇ ભુસારા સહીતનાઓએ સોશિયલ ડીસ્ટનસીંગ અને માસ્ક પહેરી અનાજ કીટ વિતરણ કરી હતી.