મારું ગામ મારાં ન્યુઝ

ચીનકુવાથી માંડણ ગામ સુધીનો પગદંડી રસ્તો JCB દ્વારા પહોળો કરી રસ્તો બનાવતા ગ્રામજનોમાં ખુશી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

આઝાદી કાળથી ગામમાં જવા આવવાનો પાકો રસ્તો ન હોવાથી ગામનો વિકાસ અટક્યો છે, ઈમરજન્સીમાં ૧૦૮ આવતી નથી પીડિત દર્દી જેવા કે સાપ કરડેલ ડિલિવરી કે અકસ્માતના સમયે સારવાર માટે ઝોળીમા બાધીને ગામ લોકોએ ઉચકીને માડણ ગામ સુધી ત્રણ કીમ ચાલીને લઈ જવા મજબુર થવું પડે છે ,ઈમરજન્સીના સમયે તાત્કાલિક સારવાર ન મળવાથી મોતને ભેટવાના બનાવો બને છે.

નમૅદા જિલ્લાના ગરૂડેશ્ર્વર તાલુકાના મોટા આબા ગ્રામ પંચાયતના ચીનકુવા ગામમાં જવા આવવા માટે આઝાદીના ૭૪ વર્ષ પછી પણ ગામ લોકોને કોઈ પાકાં રસ્તાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી નથી, જેના પગલે ગ્રામજનોને અનેક મહામુશકેલીઓનો સામનો કરવા મજબુર થઈ પડીયા છે.

ગામમાં ગામ લોકોને જવા આવવાનો આઝાદી કાળથી રસ્તો ન હોવાથી ઈમરજન્સીના સમયે ગ્રામજનોએ પીડિત વ્યક્તિને ઝોળી લાકડા સાથે બાધી ઝોળી કરીને ત્રણ કિમી દુર આવેલ માડણ ગામ સુધી પગપાળા ચાલીને લઈ જવું પડી રહ્યુ છે, આવી કપરી પરિસ્થિતિના સમયે ઈમરજન્સી સારવાર ન મળવાથી મોતને ભેટવાના બનાવોની ધટનાઓ બની રહી છે, ગામ લોકોને પડતી ભારે તકલીફો સમસ્યાઓ અંગે ગામના યુવા નરપતભાઈ વસાવાએ આ અંગે પત્રકાર વિપુલ ડાંગીનો સંપર્ક કરી જાણ કરી હતી. ત્યારબાદ પત્રકાર વિપુલ ડાંગીએ ગામ લોકોની સમસ્યાઓને ધ્યાને લઈ તેઓને પડી રહેલ તકલીફોની વ્યથા જાણવા ચીનકુવા ગામની મુલાકાત લઈ ગામની સ્થળ સ્થિતિનો ત્યાગ મેળવ્યો હતો, ગામ લોકોની કપરી વણવી પરિસ્થિતિનું જીવ નિર્વાહણ જોઈને પત્રકાર વિપુલ ડાંગી ગામ લોકોની પડખે મદદની ભાવના સાથે આગળ આવ્યા હતાં અને ચીનકુવા ગામનો વિકાસ અન્ય ગામડાઓના વિકાસની ધારા સાથે જોડવા ગામનો મુખ્ય રસ્તો બનાવવાનું નક્કી કયું અને રસ્તો બનાવવાની કામગીરીના કામનું બીડું ઉપાડીને ગામનો ઉબડખાબડ પગદંડી રસ્તાને JCB મશીનરી દ્વારા રસ્તાને પહોળો કરીને રસ્તો સરખો કરવામાં આવ્યો છે, જેને પગલે ગામ લોકોને ધણી મોટી સમસ્યામાંથી હાલ તો મોટી રાહત અનુભવી રહ્યા છે.

ગામનો રસ્તો સરખો કરી પહોળો કરવામાં આવતા ગામની શાળાનું પાકું બાધકામ રસ્તાના અભાવના કારણે ધણા લાબા સમયથી અટકેલુ હતું તે પણ શાળાના બાધકામની કામગીરી શરૂ કરી શાળાનું પાકું બાધકામ કરવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. ગામના બાળકો રસ્તાના અભાવે અત્યાર સુધી કાચા ધરમાં જ અભ્યાસ કરી ભણવા મજબુર બન્યા હતા, ગામની કપરી પરીસ્થિતિની વાત કરીએ તો ગામનો મુખ્ય રસ્તો પાકો આવેલ નથી કાચો રસ્તો હોવાને લીધે ચોમાસામાં કાદવ કીચડ થઈ જાય છે. આ રસ્તે પસાર થવું ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, મુખ્ય રસ્તો કાચો હોવાથી કોઈ મોટું વાહન આવી શકતું નથી. ઈમરજન્સી સમયે ૧૦૮ જેવી સેવાનો લાભ પણ મળી શકતો નથી, ગામમાં પાણી માટે પાણી ટાકી,બોર,હેન્ડ પંપ જેવી કોઈ વ્યવસ્થા નથી ગામ લોકો ગામમાં આવેલ એક કુવામાંથી પીવાનું પાણી સહિત ઢોર ઢાંખર માટે ઉપયોગ કરી રહ્યાં છે રસ્તાના અભાવે બોર કરવો પણ મુશ્કેલ છે. ગામનો વિકાસ રસ્તાના અભાવે રૂધાઈને અટકી પડયો છે, ચીનકુવા ગામના લોકોની સમસ્યાઓનો વણ ઉકેલનો હલ મુખ્ય રસ્તો બનાવાથી થઈ શકે તેમ માણીને વિપુલ ડાંગી પત્રકારે ગામ લોકોની માટે મદદે આગળ આવીને ગામ લોકોને પડતી તકલીફોનો હલ કરવા રસ્તો પહોળો કરવાની કામગીરીના પ્રયાસ હાથ ધરીયા હતાં જોકે રસ્તો પહોળો કરવાની કામગીરી શરૂ કરાતાં ગ્રામજનોએ પત્રકારનો આભાર માન્યો હતો હાલ તો રસ્તો પહોળો કરવા માટે JCB દ્વારા રસ્તાની કામગીરી શરૂ કરીને પાંચ કિમી જેટલો રસ્તો માડણ ગામથી ચીનકુવા ગામના મગનભાઈ તુલીયાભાઈના ધર સુધી રસ્તો બનાવામાં આવતાં ગામ લોકોને પડતી સમસ્યાની વણછેલી ઉલજણનો માથી હાલ રાહત અનુભવી રહ્યા છે, ગામનો રસ્તો JCB થી પહોળો કરી સરખો કરીને વ્યવસ્થિત રસ્તો કરાતાં ગામ લોકોમાં ખુશી જોવા મળી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है