શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
સુરત જિલ્લાના માંડવી તાલુકાના ગરેડીયા ખાડી પરનો પુલ જર્જરિત અને બિસ્માર હોવાના કારણે નવો પુલ બનાવવાની માંગ ઉઠવા પામી છે.
મોરબીમા બનેલી દુઃખદ ઘટના બાદ સરકારે અનેક બીજા પુલો બાબતે સતર્કતાઓ દાખવી છે, અને તાત્કાલિક પગલાં લીધાં છે, પરંતુ માંડવી તાલુકાના ગરેડીયા ખાડી પરનો પુલ જર્જરિત અને બિસ્માર પુલ બાબતે તંત્ર મૌન કેમ…? સાંસદ, ધારાસભ્ય અને તંત્ર ને સમર્પિત!!!
સુરત જિલ્લાના માંડવી તાલુકા નો ગરડીયાખાડી પરનો પુલ બિસ્માર અને જર્જરિત હાલતમાં થઇ જવાં પામેલ છે આ પુલ અંગે પ્રજાજનોએ વારંવાર રજૂઆત તથા વર્તમાન પત્ર દ્વારા રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય છે. સરકાર દ્વારા અનેક વિકાસ કાર્યો કરવામાં આવી રહ્યા છે પરંતુ માંડવી ગરેડી યા ખાડી પર નો પુલ જર્જરીત અને બિસ્માર હાલતમાં અને બહુ સાકડા પુલ અંગે કોઈ જ કાર્યવાહી હાથ ધરાઇ નથી. તેમજ આ પુલ ની સમય મર્યાદા પર પૂર્ણ થઈ જવા પામેલ છે આ પુલ પર અનેકવાર અકસ્માતોની હારમાળા સર્જાતી રહે છે. પરંતુ તંત્ર દ્વારા આ પુલ અંગે નિષ્ક્રિયતા દાખવવામાં આવે છે હાલમાં જ મોરબી ખાતે પુલની ગોજારી ઘટના બનવા પામી છે. જેથી આ પુલ ની અતિ દયનીય હાલત હોય મોરબી જેવી ઘટના નું પુનરાવર્તન ન થાય જે અંગે સરકાર દ્વારા તેમજ નેશનલ હાઈવે ઓથરીટી તથા જરૂરી વિભાગ દ્વારા તાત્કાલિક નવો પુલ બનાવવા લોકમાંગ ઉઠવા પામી છે.
પત્રકાર: ઈશ્વરભાઇ સોલંકી (માંડવી)