શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, સર્જનકુમાર
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ૪ લાખ કોરોના મૃતક પરિવારજનોને સહાય આપવા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું;
કોરોના મહામારી માં થયેલ દુઃખદ મૃત્યુનાં વળતર માટે રાજ્યભર માં કોંગ્રેસ ગુજરાત સરકાર ને ઘેરી રહી છે, એક તરફ સરકાર ને આંકડા છુપાવવાના બાબતે માનનીય કોર્ટ દ્વારા પણ ફીટકાર મળવા પામી છે,
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જણાવેલ કે ભાજપ સરકાર મૃતકોના પરિવારજનો સાથે મોટા પાયે અન્યાય કરી રહી છે. કોરોના મૃતકના પરિવારજનોને વળતર આપવાની ભાજપ સરકારની સાચી જ નિયત હોત તો ઉત્સવો અને તાયફાઓને બદલે ગ્રામ સભામાં કોવિડ મૃતકોના નામ નોંધણી કરાવી અથવા હોસ્પિટલ કે સ્મશાન માંથી સાચા આંકડા મેળવી પરિવારજનોને આર્થિક સહાય સત્વરે આપી શકી હોત, પરંતુ કોરોનામાં મૃતક થયાની સાબિતી માટે પરિવારજનોએ સરકારી કચેરીઓમાં ધક્કા ખાવા પડી રહ્યાં છે. કોરોના મૃતકોના પરિવારજનોને સહાય આપવામાં વિલંબની નોંધ સુપ્રિમ કોર્ટે લીધા છતાં પણ સરકારના પેટનું પાણી હાલતુ નથી તેમ મહેશભાઈ રાજપૂતે જણાવ્યું હતું.
આવેદનપત્ર માં કોંગ્રેસ પક્ષ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૩ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ-૨૦૦૫ અંતર્ગતની જોગવાઈ મુજબ કુદરતી આપદા સમયે રાહત/સહાયના ૪ લાખ રૂપિયા ચુકવવા પૈસા નથી પરંતુ બુલેટટ્રેન, સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ, ઉદ્યોગપતિઓના દેવા માફી, એરોપ્લેન, હેલીકોપ્ટર ખરીદવા માટે કરોડો રૂપિયા વેડફી રહી છે. ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત, દિનેશભાઈ મકવાણા, દિપ્તીબેન સોલંકી, મનીષાબા વાળા અને અતુલભાઈ રાજાણી ઉપસ્થિત રહ્યા હતા.