મારું ગામ મારાં ન્યુઝ

ઉચ્છલ ખાતે આવેલ શ્રી દેવમોગરા સરકારી વિનયન કોલેજમાં EVM – VVPAT નિદર્શન કાર્યક્રમ યોજાયો : 

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

ઉચ્છલ ખાતે આવેલ શ્રી દેવ મોગરા સરકારી વિનયન કોલેજમાં નવરાત્રીના ત્યોહાર નિમિત્તે EVM – VVPAT નિદર્શન કાર્યક્રમ યોજાયો :

 

વ્યારા :  તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકા ખાતે આવેલ શ્રી દેવ મોગરા સરકારી વિનયન કોલેજ ખાતે નવરાત્રીના ત્યોહાર નિમિત્તે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમા મામલતદાર કચેરી, ઉચ્છલના અધિકારી/કર્મચારીશ્રીઓ દ્વારા આગામી વિધાનસભા ચૂંટણી – ૨૦૨૨ ને ધ્યાને લઈ EVM – VVPAT નિદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં કોલેજના આચાર્યશ્રી, સ્ટાફ તથા કોલેજના આશરે ૬૦૦ જેટલા વિદ્યાર્થીઓએ EVM – VVPAT ના નિદર્શન કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ ઉપરાંત સરકારી વિનયન અને વાણીજય કોલેજ સોનગઢ ખાતે EVM – VVPAT નિદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન યુવા મતદારોને અગામી વિધાનસભા ચૂંટણી – ૨૦૨૨ માં વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અંગેની તથા ચૂંટણી પ્રક્રિયા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है