મારું ગામ મારાં ન્યુઝ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને ડેડીયાપાડા પંથકમા PSI ની હાજરીમા ફલેગમાર્ચ યોજાઈ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

નર્મદા જિલ્લાનાં  ડેડીયાપાડા પંથકમા પી એસ આઈ ની હાજરીમા સ્થાનિક સ્વરાજની ચૂંટણી ને અનુલક્ષીને ફલેગમાર્ચ  યોજવામાં આવી  હતી.

ડેડીયાપાડા: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ભય મુક્ત વાતાવરણમાં પૂર્ણ થાય એ હેતુસર નર્મદા જિલ્લામાં પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ તેમજ ફૂટ પેટ્રોલીંગ નું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ટાઉન વિસ્તારના મતદાન મથકો ના ગામોમાં આગામી તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી ૨૦૨૧માં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ લોકો ચૂંટણીમાં ભય મુક્ત વાતાવરણમાં મતદાન કરે તે માટે સમાજ અને લોકોમાં વિશ્વાસ સંપાદીત થાય તેના આગોતરા આયોજન રૂપે ડેડીયાપાડા પંથક મા ડેડીયાપાડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એ આર ડામોર અને સ્ટાફ તથા ટ્રાફિક ના જવાનોની ટીમ સાથે ડેડીયાપાડા ટાઉનમાં ફ્લેગ માર્ચ નું આયોજન કરવામાં આવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है