
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
શિક્ષિત બેરોજગારીનાં પ્રશ્નો બેકારી ભથ્થાની માંગ બાબતે ઉમરપાડા કોંગ્રેસ સમિતિએ આવેદનપત્ર આપી વિરોધ કર્યો;
ઉમરપાડા મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસના કાર્યકરો દ્વારા રાજ્યપાલશ્રીને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સરકાર દ્વારા બેરોજગાર યુવાનોને રોજગાર આપવામાં દેશમાં ગુજરાત આગળ પડતું છે એવો દાવો કરવામાં આવે છે અનેક લોકોને રોજગારી ન મળવાને કારણે આત્મ હત્યા પણ કરે છે સૌને સ્વરોજગારી ઊભી થાય તે માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજના શરૂ કરાઇ છે. સાથે સાથે મેક ઇન ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા જેવા અનેક કાર્યક્રમો દ્વારા રોજગાર સર્જન કરવાની શક્યતા ઊભી કરાઇ છે પરંતુ શિક્ષિત બેકારો પાસે આની પૂરી જાણકારી નથી બેન્કમાં માંડ બે થી પાંચ લોકોને લોન મળે છે ડોક્યુમેન્ટમાં અનેક આંટી ઘૂટી હોવાને કારણે બેકારોને લોન મળતી નથી અને કાર્યવાહી પણ હળવી થવી જોઈએ ઉમરપાડા તાલુકામાં કોઈ મોટો ઉદ્યોગ નથી શિક્ષિત બેકારોને નોકરી માટે શહેરમાં ભટકવું પડે છે તેમાં અપડાઉન કરવાની તેમજ રહેવાની અનેક મુશ્કેલીઓનો સામનો યુવાનોને કરવું પડે છે ત્યારે યુવાનોને અકસ્માતનો ભોગ પણ બનવું પડે છે, જેથી સ્થાનિક કક્ષાએ ઉદ્યોગો સ્થપાય તો ઉમરપાડા ના શિક્ષિત બેકારોને રોજગારી મળે સાથે સાથે યુવાનો બેકાર છે તેમને નોકરી તેમજ બેકારી ભથ્થાની માંગણી પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરીશ વસાવા, જગતસિંહ વસાવા (IAS retd.)નટુભાઈ વસાવા, રામસિંગભાઈ, અશોકભાઈ, હિતેશભાઈ , ધારાસીંભાઈ, કૌશિકભાઈ,અને મહિલા મોરચાના પ્રમુખ પ્રિયાંકાબેન અને મહામંત્રી સરોજના બેન તેમજ અન્ય કાર્યકરોએ રેલી સાથે વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કરીને બેરોજગારીનો પ્રશ્ન ઉઠાવ્યો હતો તે સમયે ઉમરપાડા પોલીસ દ્વારા કોંગ્રેસના ૧૦ કાર્યકરોને ધરપકડ કરવામાં આવી હતી, અને મામલતદારશ્રી ઉમરપાડાને કોંગ્રેસ સમિતિ તરફથી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.