મારું ગામ મારાં ન્યુઝ

વ્યારા નગરમાં ભારે અને મોટા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવાયો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

વ્યારા નગરમાં ભારે અને મોટા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો: મોટા અને  ભારે વાહનો ચાલકો જોગ સંદેશ: 

વ્યારા:- વ્યારા નગરના જુના બસ સ્ટેન્ડથી મેઇન રોડ બજાર થઇ જવાહર ચોક પોલીસ ગેટ સુધી તથા જુના બસ સ્ટેન્ડ થઇ બેંક રોડ – સુરતી બજાર, કાપડ બજાર થઇ જવાહર ચોક, પોલીસ ગેટ સુધીના રસ્તાના વિસ્તારોમાં સમગ્ર દિવસ દરમિયાન વધુ પ્રમાણમાં ટ્રાફિક રહે છે. પીક અવર્સ દરમિયાન ટ્રાફિકની ઘણી મુશ્કેલીઓ પડે છે. આ સમય દરમિયાન ઉપરોકત વિસ્તારમાં માલવાહક ભારે વાહનોનો પ્રવેશ થવાથી ટ્રાફિકની સમસ્યા વધુ વિકટ બને છે. પરિણામે જાહેર જનતાને અવર-જવર કરવામાં પણ હાડમારી વેઠવી પડે છે. જેને લઇ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડી વ્યારા નગરના જુના બસ સ્ટેન્ડથી મેઇન રોડ બજાર થઇ જવાહર ચોક પોલીસ ગેટ સુધી અને જુના બસ સ્ટેન્ડ થઇ બેંક રોડ-સુરતી બજાર, કાપડ બજાર થઇ જવાહર ચોક પોલીસ ગેટ સુધીના રસ્તાના વિસ્તારોમાં દરરોજ સવારે ૦૮.૦૦ કલાકથી સાંજે ૨૦.૦૦ કલાક સુધીના સમય દરમિયાન માલ વાહતુક, ટ્રાન્સપોર્ટના ભારે વાહનો જેવા કે ટ્રક, ટેમ્પો, ટ્રેકટર કે અન્ય મોટા વાહનોના પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આવશ્યક સેવા, ઇમરજન્સી અને આરોગ્ય વિષયક સેવાઓને લગતા વાહનોને લાગુ પડશે નહિં. આ જાહેરનામું તા.૨૫/૦૮/૨૦૨૧ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है