
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ , 24×7 વેબ પોર્ટલ:
વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોમાં વાંસિયા તળાવ દંડકવન આશ્રમની સેવા
સીણધઈ – વહેવલ ગામે અનાજ કીટ, કપડાં અને નોટબુક્સનું દંડકવન આશ્રમ દ્વારા વિતરણ
કમલેશ ગાંવિત, વાંસદા: ગત દિવસોમાં ઉનાઈ ના સીણધઈ તથા વહેવલ ગામે આવેલ વાવાઝોડામાં ઘણાં પરિવારો પ્રભાવિત થયા હતા, વાવાઝોડા પ્રભાવિત કુટુંબોની વાહરે અનેક સમાજસેવી સંસ્થાઓ અને આદિવાસી સંગઠનો, સાંસદ , ધારાસભ્ય સાથે સમાજસેવીઓ દ્વારા પ્રભાવિત પરિવારોને સહાયરૂપ થવા શ્રી સદગુરુ સદાફલ દેવ દંડકવન આશ્રમ દ્વારા વિશાળ સેવાકાર્ય હાથ ધરવામાં આવ્યું છે,
આશ્રમ દ્વારા પ્રભાવિત પરિવારોને અનાજની કીટ, નવા કપડાં, સાડીઓ તેમજ વિદ્યાર્થીઓને નોટબુક્સનું વિતરણ કરવામાં આવ્યું. આપત્તિના સમયમાં હંમેશની જેમ દંડકવન આશ્રમ સેવાભાવે સમાજની સાથે ઉભું રહ્યું.
આ કાર્યમાં ગુજરાત વિહંગમ યોગના રાષ્ટ્રીય સંત શ્રી રામવૃક્ષદાસજી, ટ્રસ્ટી શ્રી વિજયભાઈ પટેલ, તેમજ પાલ ગામના ગુરુભાઈઓ અને બહેનોએ સક્રિય સહભાગીતા આપી.
દંડકવન આશ્રમ હંમેશા “દયા કરે સબ જીવ પર, ઊંચનીચ નહિ જાન” આ સદગુરુના મંત્રને જીવનમાં ઉતારીને સેવાકાર્ય માટે અગ્રેસર રહ્યું છે અને આવનારા સમયમાં પણ સમાજના દરેક વર્ગ સુધી સેવા પહોંચાડતું રહેશે.