
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપી જિલ્લા અનુસુચિત જનજાતિના યુવક યુવતીઓ માટે જિલ્લા કક્ષાની વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર યોજાઇ:
વ્યારા, તાપી: “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓનો વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત અને કમિશ્નરયુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી વ્યારા-તાપી અને જાગૃતિ હાઇસ્કુલ, માંડળના સહયોગથી તાજેતરમાં જાગૃતિ હાઇસ્કુલ માંડળમાં જિલ્લા કક્ષાના અનુસુચિત જન જાતિ (ST)ના યુવક યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લાકક્ષાના તાલીમમાં ૮૦૦ થી વધુ યુવા ભાઇઓ/બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો અને પોતાના વ્યક્તિત્વી સભાનતા તરફ જાગૃત હતા. કાર્યક્ર્મમાં મુખ્ય મહેમાન ડૉ.નિર્મલદાન ગઢવીએ પ્રભાવશાળી વક્તવ્ય દ્વારા યુવાનોને અવિસ્મરણીય પ્રેરણા પૂરી પાડી હતી. આ સાથે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરીના જિલ્લા યુવા વિકાસ અધિકારી અમૃતા ગામીત, મેહુલસિંહ ઠાકોર ફાઉન્ડર પ્રેસિડેન્ટ, ફાઉન્ડેશન ઓફ SC, ST એન્ટરપ્રિન્યોર, માંડળ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ ફાધર સોબર્સ, સિનિયર કોચ ચેતનભાઇ પટેલ સાર્વજનિક હાઇસ્કુલ સોનગઢના આચાર્ય અને એસ.વી.એમના કન્વીનર આશિષ ગામીત, જ્ઞાન પ્રબોધની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય ભડભૂંજા આચાર્ય ભુપેન્દ્ર વસાવા કે.કે.કદમ કન્યા વિદ્યાલય વ્યારાના આચાર્ય સંગીતા ચૌધરી, શિક્ષણાધિકારી કચેરીના એ.ડી.આઇ શીતલ પટેલ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહી યુવક યુવતીઓને વ્યક્તિત્વ ઘડતર અને યોગાસન તાલીમમાં પ્રેરણારૂપ બની તાલીમ કાર્યશાળાને સફળ બનાવી હતી. સમગ્ર તાલીમનું આયોજન, વ્યવસ્થા, તાલીમનું સફળ સંચાલન જાગૃતિ હાઇસ્કુલ માંડળના આચાર્યા સિસ્ટર કલ્પના અને શાળાના કાર્મચારી ગણ દ્વારા કરવામાં આવ્યું હતું.