મારું ગામ મારાં ન્યુઝ

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તાપી ડૉ.હર્ષદ પટેલની બદલી થતા અપાયુ વિદાયમાન:

શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તાપી ડૉ.હર્ષદ પટેલની બદલી થતા અપાયુ વિદાયમાન:

ગાંધીનગર ખાતે બદલી થતા જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડીયાના અધ્યક્ષસ્થાને સન્માન અને વિદાય કાર્યક્રમ યોજાયો:

“તાપી જિલ્લામાં પ્રશાસન, તમામ વિભાગ અને આરોગ્યની ટીમ દ્વારા મળેલ સાથ સહકારના કારણે આજે તાપી જિલ્લો રાજ્યકક્ષાએ આગળ છે, “:- ડૉ.હર્ષદ પટેલ

 વ્યારા-તાપી: તાપી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.હર્ષદ પટેલની મદદનીશ નિયામકશ્રી, માતા અને બાળક આરોગ્ય અધિકારી તરીકે કમિશ્નર કચેરી ગાંધીનગર ખાતે બદલી થતા આજરોજ જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડીયાના અધ્યક્ષસ્થાને સન્માન અને વિદાય કાર્યક્રમ યોજી આરોગ્ય વિભાગ અને જિલ્લા પંચાયત દ્વારા વિદાયમાન આપવામાં આવ્યું હતું. 

અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડીયાએ ડૉ.હર્ષદ પટેલની કામગીરીને બિરદાવતા કહ્યુ હતું કે, ડૉ.હર્ષદ પટેલ ડાઉન ટુ અર્થ અને સારામા સારી લીડરશીપ ધરાવતા અધિકારી છે. તેઓની કામગીરીમાં નિર્ણય શક્તિ અને એક કાર્યક્ષમ અધિકારી છે. રાજ્ય સરકાર દ્વારા દર બુધવારે મુખ્ય સચિવશ્રીના અધ્યક્ષ સ્થાને લેવાતી વિડિયો કોન્ફરન્સમાં કયારેય તાપી જિલ્લો રેડ ઝોનમાં આવ્યો નથી જેનું કારણ પણ ડૉ.હર્ષદ પટેલ અને તેઓની ટીમની કામગીરી રહી છે. આ કામગીરીના કારણે જ સરકારશ્રી દ્વારા તેઓના કામની નોંધ લેવાઇ અને હવે તેઓ રાજ્ય કક્ષાએ પોતાની કારકીર્દી આગળ ધપાવશે. તેઓના સકારાત્મક પ્રયાસોના પરિણામે આદીવાસી પટ્ટામાં તાપી જિલ્લો ૧૦૦ ટ્કા રસીકરણમાં પ્રથમ રહ્યો છે. તેઓના પ્રયાસો થકી ગ્રામ્ય કક્ષાએ નવા પીએચસી, સબ સ્ટેશન, અને સુવિધા યુક્ત હોસ્પિટલો નિર્માણ પામી છે. કોરોના દરમિયાન જાહેરજનતામાં સરકારી આરોગ્ય વિભાગની કામગીરીમાં વધારે વિશ્વાસ ઉત્પન્ન થયો છે. જેનું કારણ પણ ડૉ.હર્ષદ પટેલ અને તેઓના નેતૃત્વ હેઠળની ટીમ છે. અંતે તેમણે ડૉ.હર્ષદ પટેલને સારા ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.

શ્રી ડૉ.હર્ષદ પટેલ પટેલે ઇ.સ ૧૯૮૮ માં પોતાની કારકીર્દીની શરૂઆત મેડીકલ ઓફીસર તરીકે કરી હતી ત્યારબાદ નવસારી, ડાંગ અને ૨૦૧૭ થી તાપી જિલ્લામાં કામગીરી શરૂ કરી હતી. પોતાના અનુભવો વ્યક્ત કરતા તેમણે ઉમેર્યુ કે, તાપી જિલ્લામાં પ્રશાસન અને આરોગ્યની ટીમ દ્વારા સાથે મળી કરેલ કામગીરી, અન્ય વિભાગો દ્વારા મળેલ સાથ સહકારના કારણે આજે તાપી જિલ્લો રાજ્યકક્ષાએ આગળ છે. કોરોના કાળ દરમિયાનના ખટ-મીઠા અનુભવો અને આ કામગીરીના કારણે રાજ્ય સરકાર દ્વારા મળેલ વિવિધ એવોર્ડ માટે પણ પોતાની ટીમને બિરદાવી હતી. વધુમાં તેમણે આરોગ્ય વિભાગનુ સારુ કે નબળુ કામ કોઇ એક વ્યક્તિના કારણે નહી પરંતું આખી ટીમના કારણે છે એમ હર્ષ સાથે વર્ણવી ભવિષ્યમાં પણ તાપી જિલ્લો પ્રશંસનિય કામગીરી કરશે તેવી ભાવના વ્યક્ત કરી હતી. 

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ડૉ.હર્ષદ પટેલને સન્માન પત્ર અને સ્મૃતિ ભેટ અર્પણ કરી હતી. આ સાથે ખેતીવાડી અધિકારી સતિષ ચૌધરી,પ્રા.શિક્ષણાધિકારી જયેશ ચૌધરી, ડો.પોઉલ, ડૉ.કિર્તી ચૌધરી સહિત આરોગ્ય વિભાગના અધિકારી/કર્મચારઓ દ્વારા ડૉ.હર્ષદ પટેલને સાલ ઓઢાડી, ફુલ અને નારિયેળ અર્પણ કરી વિદાયમાન આપ્યુ હતું. 

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है