મારું ગામ મારાં ન્યુઝ

મુખ્યમંત્રી દ્વારા લોકર્પણ થયેલ પ્રાથમિક શાળા આજ દિન સુધી લાકડાંનાં ટેકે ઉભી છેઃ

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

  • મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ ગાંધીનગર થી ગારદાની શાળાના નવા ઓરડા માટે ઈ -ખાતમુહૂર્ત કર્યું હતું:
  • નર્મદા જીલ્લામાં કરોડો રૂપિયાના વિકાશ કામોનું ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા વર્ષ 2018 માં ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું: –
  • કેટલાં કામો થયાં અને કેટલાં વિકાસ કામો અધૂરાં પડ્યાં છે? તે તપાસનો વિષય અને લોક મુખે ચર્ચાનો મુદ્દો:
  • લાકડાના એક ટેકા પર આજ દિન સુધી ઉભી છે આ ગારદા ગામની શાળા:

ડેડિયાપાડા તાલુકાના ગારદા ગામની પ્રાથમિક શાળા જર્જરિત હાલત માં- વર્ષ પહેલાં પહેલા એટલે કે 25 -12 -2018 ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું, તે સમયે ગામ જનો માં ખુશીની લાગણીઓ ફરી વળી હતી પણ શું ખબર આ ભોળી જનતા જનાદર્ન ને કે તેમનાં ગામની શાળા સરકારી તાયફો હતો?

લાકડાનાં ટેકે ઉભેલી પ્રાથમિક શાળા સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે તે પહેલા જવાબદાર વિભાગ અથવા સ્થાનિક તંત્રની બેદરકારી ને કારણે કોઈ જાનહાની ન થાય તે અતિ મહત્વનું થઈ પડ્યું છે, ઓરડાનું બાંધકામ ચાલુ કરવા માટે તંત્ર કોઈ સારા મુહૂર્તની રાહ જોઈને બેઠા છે?

એક લાકડાના ટેકા અડીખમ ઉભેલી ગારદાની પ્રાથમિક શાળામાં કોઈ દુર્ઘટના સર્જાઈ તો જવાબદાર કોણ? તેવા પ્રશ્નો પુછાય રહ્યા છે, અને જોકે આ વર્ષે કોરોનાના કારણે હાલ સ્કૂલમાં રજા છે, જેથી બાળકોની જિંદગી સુરક્ષિત છે, પરંતુ જ્યારે આ સ્કૂલ ચાલુ થશે, અને દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ, સરકારે તો મંજૂરી આપી દીધી છે લોકાર્પણ કરી ચૂક્યા છે ત્યારે હવે સ્થાનિક તંત્ર ની જવાબદારી બને છે કે આ સ્કૂલનું બાંધકામ તાત્કાલિક ચાલુ કરાવી અને યોગ્ય સમયે પૂર્ણ કરાવે કે જેનાથી આવતા નવાં સત્રમાં જ્યારે સ્કૂલ ચાલુ થાય ત્યારે આદિવાસી બાળકોની જાનહાનિનો ખતરો ન રહે, આદિવાસી વિસ્તાર હોય અહીંયાનાં માસુમ નાના ભૂલકાઓ આ સ્કૂલમાં અભ્યાસ કરે છે.

વિકાસનાં સરકારી આંકડા અને પ્રાથમિક સુવિધાઓનાં નામે આજે પણ નર્મદા જીલ્લામાં અનેક ગામોને કોણ રાખી રહયું છે વંચીત? ચૂંટણી પતિ ગયા પછી ગાયબ થઈ જતાં નેતાઓને ગામની પ્રથામિક શાળાની દશા અને દુર્દશા સમર્પિત. જવાબદાર વિભાગ અથવા તંત્ર જલ્દી ધ્યાન આપે તે જરૂરી.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है