મારું ગામ મારાં ન્યુઝ

માલસામોટ ગામની પ્રસૂતાની મોઝદા 108 સ્ટાફ દ્વારા એમ્બ્યુલન્સમાં સફળતા પૂર્વક પ્રસુતિ કરાઈ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામોના ગંભીર અને ઇમજન્સી કેસો માટે 108 એમબ્યુલન્સની સેવા આશીર્વાદ રૂપ: 

મોઝદા 108 એમ્બ્યુલન્સ સ્ટાફને ડેડીયાપાડા તાલુકાના માલસમોટ ગામના ડિલિવરી માટેના કેસનો કોલ આવતા મોઝદા 108 એમ્બ્યુલન્સના પાઇલોટ કિરીટભાઈ વસાવા અને ઈ.એમ. ટી. હીરાજી ઠાકોર તાત્કાલિક માલસામોટ ગામે પોંહચી મહિલા દર્દીને લઈને હોસ્પિટલ જવા નીકળેલા તે સમયે રસ્તામાં દર્દીને અસહ્ય પ્રસવપીડા ઉપડતા, ઈ.એમ.ટી હીરાજી એ સમયની ગંભીરતાને પારખી એમ્બ્યુલન્સમાં ડિલિવરી કરાવવા માટે પૂરતી તૈયારી કરી લીધી હતી.

ડિલિવરી દરમિયાન બાળકના ગળામાં ગર્ભનાળ વીંટળાયેલી હતી. ઈ.એમ.ટી. હીરાજી એ સમયસૂચકતા દાખવી બાળકના ગળામાંથી ગર્ભનાળ સરકાવી એમ્બ્યુલન્સમાં સફળ ડિલિવરી કરાવી હતી. બાળક રડતું ના હોવાથી બાળકને પણ રિસસીટેશન કરી બાળકનો પણ જીવ બચાવ્યો હતો, ત્યારબાદ વધુ સારવાર અર્થે માતા તથા બાળકને દેડિયાપાડા હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સ્થિતિ સારી હોવાનું જાણવા મળ્યું છે.

નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામો માટેના ઇમરજન્સી કેસો માટે 108 એમ્બ્યુલન્સની સેવા સફળ અને આશીર્વાદ રૂપ સાબિત થાય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है